અભ્યાસ ન કરવા બદલ પિતાએ ઠપકો આપ્યો, ઊંઘમાં જ જીવતા સળગાવી નાખ્યા
સોમવારે મોડી રાત્રે પિતાને જીવતા સળગાવી હત્યા કરી નાખી હતી,દિલ્હીની હચમચાવતી ઘટના

અભ્યાસ ન કરવા બદલ પિતાએ ઠપકો આપતા કરી હત્યા

અભ્યાસ ન કરવા બદલ પિતાએ ઠપકો આપતા કરી હત્યા
સંબંધોને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના દિલ્હીને અડીને આવેલા ફરીદાબાદના અજય નગરમાં સામે આવી છે. અભ્યાસમાં ધ્યાન ન આપવાથી અને પૈસાની ચોરી કરવા માટે ઠપકો આપતા ગુસ્સે ભરાયેલા કિશોરે ક્રૂરતાની હદ વટાવી સોમવારે મોડી રાત્રે પિતાને જીવતા સળગાવી હત્યા કરી નાખી હતી.
મૂળ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરનો 55 વર્ષીય મોહમ્મદ અલીમ ચાર મહિનાથી અજય નગરમાં તેના 14 વર્ષના પુત્ર સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. ધાર્મિક સ્થળો માટે દાન એકઠું કરવાની સાથે અલીમ મચ્છરદાની અને અન્ય વસ્તુઓ વેચતો હતો. સોમવારે રાત્રે જ્યારે અલીમે તેના પુત્રને અભ્યાસમાં ધ્યાન ન આપવા માટે ઠપકો આપ્યો ત્યારે તે ગુસ્સે થઈ ગયો. રાત્રે લગભગ 2 વાગે જ્યારે અલીમ ગાઢ નિંદ્રામાં હતો ત્યારે પુત્રએ તેના પર જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ લગાવી દીધી હતી.
આ પછી, તેણે રૂમનો દરવાજો બંધ કરી દીધો અને તેના પિતાના મૃત્યુની રાહ જોતો બહાર ઉભો રહ્યો. લગભગ દસ મિનિટની જહેમત બાદ પડોશીઓ તેને બચાવવા માટે સ્થળ પર પહોંચ્યા તો કિશોર તેમને જોઈને ભાગી ગયો. જોકે, હવે પોલીસે તેને કસ્ટડીમાં લઈ તપાસ હાથ ધરી છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, 'આ ઘટના ખરેખર ચોંકાવનારી છે. મોહમ્મદ અલીમનો પુત્ર શેરીઓમાં લડતો તેમજ અલીમ વારંવાર તેને ભણવા માટે કહેતો. એવામાં આવી નાની વાતમાં ગુસ્સે ભરાઈને તેણે તેના પિતાની જ હત્યા કરી નાખી.'
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!