ગર્લફ્રેન્ડના ઘરે બોલાવી યુવકને બેટથી મારીને હત્યા
તેલંગાણા : લગ્નની વાત કરવા બોલાવ્યો હતો; યુવતી હુમલામાં ઘાયલ

ઘરે બોલાવી યુવકની બેટથી મારીને હત્યા

ઘરે બોલાવી યુવકની બેટથી મારીને હત્યા
તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાંથી પ્રેમ સંબંધમાં એક અત્યંત કરુણ અને ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં એન્જિનિયરિંગના વિદ્યાર્થી જ્યોતિ શ્રીવન સાઈની તેના ગર્લફ્રેન્ડના પરિવારે માર મારીને હત્યા કરી દીધી છે. પોલીસ દ્વારા મળેલી માહિતી મુજબ, મૃતક શ્રીવન સાઈ 19 વર્ષની શ્રીજા સાથે ઘણા વર્ષોથી રિલેશનશિપમાં હતો. આ બન્ને ધોરણ 10થી એકબીજાને ઓળખતા હતા અને તેમના સંબંધો વિશે બન્ને પરિવારોને જાણ હતી. જોકે, શ્રીજાના પરિવારજનો આ સંબંધોનો સતત વિરોધ કરી રહ્યા હતા અને તેમણે શ્રીવનને અનેક વખત ધમકીઓ પણ આપી હતી.
ઘટનાના દિવસે, બુધવારે સવારે લગભગ 10:30 વાગ્યે, શ્રીજાના માતા-પિતાએ શ્રીવનને લગ્ન સંબંધિત વાતચીત કરવા માટે પોતાના ઘરે બોલાવ્યો હતો. આરોપ છે કે, શ્રીવનના ઘરે પહોંચતા જ શ્રીજાની માતા સીરી અને અન્ય પરિવારજનોએ અચાનક તેના પર હુમલો કરી દીધો. આ હુમલામાં શ્રીવનને ક્રિકેટ બેટ વડે ખૂબ જ ખરાબ રીતે માર મારામાં આવ્યો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી. શ્રીવન સાઈ મેસમ્માગુડા ખાતેની સેન્ટ પીટર્સ એન્જિનિયરિંગ કોલેજમાં કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના બીજા વર્ષનો વિદ્યાર્થી હતો અને કુતબુલ્લાપુરમાં ભાડાના મકાનમાં રહેતો હતો, જ્યારે શ્રીજા બીસીએના બીજા વર્ષની વિદ્યાર્થીની છે અને ત્રણ મહિનાની ગર્ભવતી પણ છે.
હુમલા દરમિયાન, શ્રીજા અને તેની માતા સીરી વચ્ચે ગર્ભને લઈને દલીલ થઈ હતી. વિવાદ વધતા માતાએ ગુસ્સામાં આવીને ક્રિકેટ બેટ વડે શ્રીજા અને શ્રીવન સાઈ બન્ને પર હુમલો કર્યો. શ્રીજાને બચાવવાના પ્રયાસમાં શ્રીવનને પીઠ, કપાળ અને ખભા પર ઘણી ઈજાઓ થઈ. બીજી તરફ, શ્રીજાના જમણા હાથમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે. બુધવારે વહેલી સવારે લગભગ 3:30 વાગ્યે શ્રીવન સાઈને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને કેપીએચબીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાંથી તેને નિઝામપેટ રિફર કરવામાં આવ્યો અને સવારે 6:30 વાગ્યે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
પોલીસે જણાવ્યું કે, શ્રીજાની સંભાળ રાખવાની જરૂર હોવાથી તેની માતાને હજી સુધી કસ્ટડીમાં લેવામાં આવી નથી. પોલીસે આ ઘટનામાં હત્યાનો ગુનો નોંધી લીધો છે અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલું ક્રિકેટ બેટ પણ જપ્ત કરી લીધું છે. પોલીસે ઘટનાસ્થળને સીલ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ પોલીસ હુમલા પાછળનો ચોક્કસ હેતુ અને શ્રીવન સાઈની હત્યામાં છોકરીના પરિવારના ક્યા ક્યા સભ્યો સામેલ હતા, તેની સઘન તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!