ડ્રગ્સ માફિયા બેફામઃ ₹30 કરોડનું ડ્રગ્સ ઝડપાયું!
દમણમાં ડ્રગ્સ બનાવી, વાપીમાં સ્ટોરેજ કરી, મુંબઈમાં કરતાં હતા વેચાણઃ પાંચની ધરપકડ

પેરોલ ફરારી મોહન પાલીવાલ નામનો શખ્સ અન્ય બે શખ્સોની મદદથી ડ્રગ્સ બનાવતો હતો

પેરોલ ફરારી મોહન પાલીવાલ નામનો શખ્સ અન્ય બે શખ્સોની મદદથી ડ્રગ્સ બનાવતો હતો
ગુજરાત એટીએસ અને વાપી SOGએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નાર્કોટિક્સના વેપારનો પર્દાફાશ કર્યો છે. ATSએ વાપીના ચલા વિસ્તારના બંધ બંગલામાં રેડ પાડીને ગુપ્ત ડ્રગ્સ ઉત્પાદન યુનિટ ઝડપી પાડ્યું છે. આ રેડ દરમિયાન પેરોલ ફરારી આરોપી સાથે પાંચ શખ્સોને ઝડપી અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. ઘટના સ્થળ ઉપરથી પોલીસે રૂપિયા 30 કરોડની કિંમતનું 5.9 કિલોગ્રામ એમડી ડ્રગ્સ સાથે 300 કિલો ડ્રગ્સ બનાવવાનો કાચો સામાન જપ્ત કર્યો છે.
ATSના એસીપી કે. સિધ્ધાર્થના જણાવ્યા અનુસાર વાપીની બહારના વિસ્તાર ચલામાં ભાડાની જગ્યામાં એક સિન્થેટિક ડ્રગ્સની ફેક્ટરી ગુપ્ત રીતે ચલાવવામાં આવી રહી હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ યુનિટ નાના પાયાના ઔદ્યોગિક એકમની આડમાં કાર્યરત હતું. સર્ચ દરમિયાન કેમિકલ્સ, સાધનો અને તૈયાર નાર્કોટિક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યુ કે, ડ્રગ્સ બનાવવાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ દમણમાં હતું અને સ્ટોરેજ યુનિટ વાપીમાં હતું. મોહન પાલીવાલ, મેહુલ ઠક્કર અને વિવેક રાય MD ડ્રગ્સ બનાવી વેચવાનો કારોબાર કરતા હતા. દમણ પોલીસની મદદ લઈ ATS એ ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શોધી કાઢ્યો હતો. વાપીમાંથી દરોડો પાડી 5.9 કિલો MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ₹ 30 કરોડ કિંમત છે. ઉપરાંત 300 કિલો ડ્રગ્સ બનાવવાનો કાચો માલ અને સાધન સામગ્રી જપ્ત કરી છે.
મોહન પાલીવાલની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. અન્ય બે આરોપી ફરાર છે. આરોપીની પૂછપરછમાં દમણમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં 4 મહિનાથી ડ્રગ્સ બનાવાતા હોવાનું સામે આવ્યું છે. તૈયાર ડ્રગ્સના જથ્થાને વાપી ખાતે સ્ટોર કર્યા બાદ ડ્રગ્સને વેચાણ અર્થે મુંબઈ લઈ જવામાં આવતો હતો. ખરીદનાર, વેચનાર અને ફન્ડિંગ કરનારની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આરોપી મેહુલ માસ્ટર માઈન્ડ છે. વિવેક કેમિસ્ટ છે અને મોહન કાચો માલ લાવતો હતો. મોહન પાલીવાલ હાલમાં પેરોલ પર છૂટીને બહાર આવ્યો છે.
વધુમાં જણાવ્યું કે, મુખ્ય સૂત્રધાર સજા પામેલો આરોપી છે અને પેરોલ જમ્પ કરીને ભાગી ગયો હતો. તેનો પુત્ર પણ સામેલ છે. જે ફેક્ટરીની દૈનિક કામગીરીનું સંચાલન કરતો હોવાનું માનવામાં આવે છે. ઉત્પાદન અને સપ્લાય ચેઇનમાં સંડોવાયેલા અન્ય ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓ ગુજરાત અને પાડોશી રાજ્યોમાં વિતરણ માટે સિન્થેટિક ડ્રગ્સનું ઉત્પાદન કરી રહ્યા હતા. આ નેટવર્ક વલસાડ, સુરત અને મહારાષ્ટ્રના અમુક ભાગો સુધી ફેલાયેલું છે. આ સુવ્યવસ્થિત ઓપરેશન હતું જે કેટલાક મહિનાઓથી ચાલી રહ્યું હતું. અમે તેમના નાણાકીય વ્યવહારો અને સપ્લાય લિંક્સની ચકાસણી કરી રહ્યા છીએ.
ATS દ્વારા આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. જપ્ત કરાયેલા ડ્રગ્સના પ્રકાર અને જથ્થાની વિગતો મેળવવા માટે સેમ્પલ FSLમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે. આરોપીઓની પૂછપરછ ચાલુ હોવાથી આ કેસમાં વધુ ધરપકડ થવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નશાબંધી કાનૂન નામશેષ થઈ રહ્યો છે. દારૂબંધી રોકવા સરકાર પાસે કોઈ એક્શન પ્લાન નથી. પરંતુ દારૂથી વધુ ખતરનાક હદે ડ્રગ્સનો કારોબાર વધી રહ્યો છે. ગુજરાતના દરિયા કિનારેથી 7 વર્ષમાં 40 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. તે રીતે ગણતરી કરીએ તો દૈનિક 15 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાઈ રહ્યું છે. ગુજરાત મોડલને શાંત અને સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ, વાસ્તવિક્તા અલગ છે. ગુનેગારો ગુના કરવામાં, દુષ્કર્મ આચરવામાં, નશાખોરી કરવામાં, ડ્રગ્સ વેચવામાં વ્યસ્ત હોય તેમ જણાઈ રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!