HNGU MBBS ગુણ કૌભાંડમાં ડો. કનુ ચૌધરી રિમાન્ડ ઉપર
સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન રદ કરતાં સરેન્ડર કર્યુ, MLA કિરીટ પટેલે કર્યો હતો પર્દાફાશ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ફાઈલ તસવીર

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ફાઈલ તસવીર
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) માં વર્ષ 2018 માં થયેલા કથિત MBBS ગુણ કૌભાંડમાં મહત્વની સફળતા મળી છે. સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન રદ કર્યા કરતાં આરોપી ડોક્ટર કનુ ચૌધરીએ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. પોલીસે કનુ ચૌધરીને પાટણ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
MBBS ના વિદ્યાર્થીઓના ગુણ સુધારવા બાબતે વર્ષ 2018માં થયેલી ગેરરીતિ બાબતે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પર્દાફાશ કર્યો હતો. 1 ઓગસ્ટ, 2019 ના રોજ રજૂઆત કરી કિરીટ પટેલે તપાસ કરવા માંગણી કરી હતી. આ મામલે ચાર અલગ-અલગ સમિતિઓએ તપાસ હાથ ધરી હતી.
પ્રથમ તપાસ સમિતિએ 23 માર્ચ, 2021 ના રોજ પોતાનો રિપોર્ટ સોંપી પુનઃમૂલ્યાંકનમાં ગેરરીતિ થઈ હોવાનું સ્પષ્ટ કર્યું હતું. ત્યારબાદ ગૃહ વિભાગના અગ્ર સચિવ પંકજ કુમાર અને સીઆઈડી ક્રાઈમ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. હાઈકોર્ટના કડક વલણ બાદ 17 માર્ચ, 2025 ના રોજ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુલસચિવ રોહિત દેસાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસ ફરિયાદમાં ડો. કનુ ચૌધરી સહિત 6 લોકો સામે નામજોગ ગુનો નોંધાયો હતો. ધરપકડથી બચવા માટે ડો.કનુ ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે 8 ઓક્ટોબર, 2025 ના રોજ ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ આરોપીએ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.
સુપ્રીમ કોર્ટે પણ 16 એપ્રિલ, 2026 ના રોજ તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી અને બે સપ્તાહમાં સરન્ડર થવાનો આદેશ કર્યો હતો. કોર્ટના આદેશને પગલે 29 એપ્રિલ 2026 ના રોજ ડો. કનુ ચૌધરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.
પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા પાટણ કોર્ટે ડો. કનુ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કૌભાંડમાં પૂર્વ કુલપતિ જે.જે. વોરા સહિત અન્યની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે.
યુનિવર્સિટી અને તપાસ અધિકારીની મિલીભગતનો આક્ષેપ
પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે MBBS ગુણ કૌભાંડ મામલે જણાવ્યું કે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના MBBS ઉત્તરવહી બદલવાના કૌભાંડમાં ચાર-ચાર તપાસ સમિતિઓના અહેવાલો અને હાઈકોર્ટના સ્પષ્ટ આદેશો હોવા છતાં યુનિવર્સિટી પ્રશાસન અને તપાસ અધિકારીઓ દ્વારા મુખ્ય આરોપીઓને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
તેમણે જણાવ્યું કે, CID ક્રાઈમના રિપોર્ટમાં સ્પષ્ટપણે જે. જે. વોરાની સંડોવણી હોવા છતાં યુનિવર્સિટીના રજિસ્ટ્રારે નોંધાવેલી FIR માં તેમનું નામ જાણી જોઈને બાકાત રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં જે તે સમયે યુનિવર્સિટી કારોબારી સભ્ય ડૉ .દિલીપ પટેલની રજૂઆત છતાં જે. જે. વોરા સામેની ખાતાકીય તપાસ બાદ અપાયેલ નોટિસનો જવાબ પણ કારોબારી સમક્ષ મૂકવામાં આવ્યો નથી અને જે. જે. વરાને મદદ કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, હાઈકોર્ટે પણ 20 માર્ચ 2025ના રોજ સ્પષ્ટ આદેશ કર્યો હતો કે CID ક્રાઈમના અહેવાલ મુજબ તપાસ કરવી. તેમ છતાં પોલીસ અને યુનિવર્સિટી દ્વારા મુખ્ય આરોપીને 'ક્લીન ચીટ' આપવા માટે ખેલ ખેલવામાં આવી રહ્યો છે.
જે.જે.વોરાની સંડોવણી અંગેના પુરાવા
કિરીટ પટેલે પુરાવા આપતાં ઉમેર્યુ કે, પુનઃમૂલ્યાંકન પ્રક્રિયામાં ગુણ સુધારણા અંગે જે. જે. વોરાએ પોતે 'Change in Marks' લખી સહી કરી છે. કાયદા મુજબ દ્વિતીય ચકાસનાર કે સહ-સંયોજકની સહી લેવી ફરજિયાત હોવા છતાં તેમણે જાણી જોઈને કરાવી નથી. જે કૌભાંડની શરૂઆત દર્શાવે છે. બદલવામાં આવેલી નવી ઉત્તરવહીઓ જે. જે. વોરા જે વિભાગના અધ્યક્ષ હતાં તે કેમેસ્ટ્રી વિભાગની છે. આવા અત્યંત ગોપનીય કામમાં કાયમી અધ્યાપકની જરૂર હોય છે. પરંતુ વોરાએ પોતાના તાબા હેઠળના 11 માસના કરાર આધારિત ટેકનિકલ માણસને સહ-સંયોજક બનાવી કૌભાંડ માટે રસ્તો સાફ કર્યો હતો.
પુનઃમૂલ્યાંકન માટે ઉત્તરવહીઓ લઈને વોરા સુરત ગયા હતા. ત્યારે તે મર્યાદિત સંખ્યામાં હોવાથી તેની સંપૂર્ણ જવાબદારી તેમની વ્યક્તિગત કસ્ટડીમાં જ હતી. તે આ જવાબદારીમાંથી છટકી શકે નહીં. 'લલિતા કુમારી' વિરુદ્ધ સરકારના ચુકાદા મુજબ જ્યારે ગંભીર ગુનામાં પ્રાથમિક પુરાવા મળતા હોય ત્યારે FIR નોંધી તપાસ કરવી અનિવાર્ય છે. જેનું આ કેસમાં ઉલ્લંઘન થયું છે.
તપાસ અધિકારી અને કુલ સચિવ સામે પણ કાયદાકીય જંગ
ડૉ. કિરીટ પટેલે આક્ષેપ કર્યો હતો કે, જે રીતે મુખ્ય આરોપી જે. જે. વોરા અને પંકજ કુમારના રિપોર્ટ મુજબના અન્ય કૌભાંડીઓને બચાવવામાં આવી રહ્યા છે. તે જોતા સ્પષ્ટ છે કે તપાસ અધિકારી અને યુનિવર્સિટીના કુલ સચિવ પણ આ કાવતરામાં સામેલ છે. મુખ્ય આરોપીને બચાવવાના અને પુરાવાઓ સાથે છેડછાડ કરવાના ગુનામાં તપાસ અધિકારી અને યુનિવર્સિટીના કુલ સચિવને પણ આરોપી તરીકે જોડવા માટે માગણી કરવામાં આવશે. યુનિવર્સિટીના નાકામ તંત્ર અને ભ્રષ્ટ અધિકારીઓના કારણે નાપાસ વિદ્યાર્થીઓને ડોક્ટર બનાવી જનતાના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરવામાં આવી રહ્યો છે, જેની સામેની લડાઈ હું છેક સુધી ચાલુ રાખીશ." તેમ ડૉ. પટેલે ઉમેર્યું હતું.
સીઆઈડી ક્રાઈમે તપાસ કર્યાનો રિપોર્ટ



તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!