અમદાવાદમાં 1 જ દિવસમાં બે યુવકોની ઘાતકી હત્યા
સિવિલ હોસ્પિટસના પાર્કિંગ અને રાણીપમાં તીક્ષ્ણ હથિયારો વડે 2 યુવકોની ઘાતકી હુમલો

1 જ દિવસમાં બે યુવકોની હત્યા

1 જ દિવસમાં બે યુવકોની હત્યા
રાજ્યના સૌથી સુરક્ષિત ગણાતા શહેરોમાંના એક એવા અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કરતી હિંસાની ઘટનાઓ ફરી એકવાર સામે આવી છે. 8 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં માત્ર એક જ દિવસમાં 2 હત્યાની ઘટનાઓ નોંધાઈ છે. આ ઘટનાઓમાં અસારવા સિવિલ હોસ્પિટલના પાર્કિંગ વિસ્તાર અને રાણીપ વિસ્તારનો સમાવેશ થાય છે, જ્યાં 2 યુવકોને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. અમદાવાદ ક્રાઈમની આ ઘટનાઓએ શહેરમાં ચિંતાનો માહોલ પેદા કર્યો છે.
સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં યુવકની હત્યા
પહેલી ઘટના અસારવા સિવિલ હોસ્પિટલના પાર્કિંગ વિસ્તારમાં બની હતી, જ્યાં સુરેશ ઉર્ફે કાચા ભીલ નામના યુવક પર 3 આરોપીઓ ભાવેશ, મેહુલ અને કરણે ઘાતકી હુમલો કરી હત્યા કરી હતી. આરોપીઓએ સુરેશને "ચાલીમાં કેમ આવ્યો?" તેમ કહીને ધમકાવ્યો હતો અને ત્યારબાદ તીક્ષ્ણ હથિયારથી તેના પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. શાહીબાગ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો અને હત્યાના આરોપસર ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ હત્યા અંગત દુશ્મનીને કારણે થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે.
આ પણ વાંચો: લગ્નની જીદમાં બનેવીએ સાળા-સાળીની કરી હત્યા
રાણીપમાં અંગત અદાવતમાં હત્યા
અમદાવાદમાં થયેલી બીજી હત્યાની ઘટના રાણીપ વિસ્તારમાં બની હતી. અહીં અંગત અદાવતના કારણે નરેશ ઠાકોર નામના યુવક પર તલવાર જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત નરેશ ઠાકોરને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ મોડી રાત્રે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
ફરાર આરોપીઓને પકડવાના પ્રયાસ શરૂ
યુવકના મૃત્યુ બાદ રાણીપ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને ફરાર આરોપીઓને પકડવાના પ્રયાસો શરૂ કર્યા છે. રાણીપ હત્યા કેસમાં પણ અંગત અદાવત જ હત્યાનું પ્રાથમિક કારણ હોવાનું પોલીસ માની રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!