સુરતમાં ડૉક્ટરે કરી રિસેપ્શનિસ્ટ સાથે છેડતી
પીડિતાએ આ ઘટના ત્રીજીવાર બની હોવાનું જણાવ્યું હતું અને તેણે પોલીસમાં ફરિયાદ કરી છે. 181 ની ટીમ મદદે આવી

ડૉક્ટરે કરી રિસેપ્શનિસ્ટ સાથે છેડતી

ડૉક્ટરે કરી રિસેપ્શનિસ્ટ સાથે છેડતી
સુરતમાં સરથાણા જકાતનાકા પાસે ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડો. પ્રતીક માવાણીએ સોનોગ્રાફી સેન્ટરમાં મહિલા દર્દીની ચકાસણી દરમિયાન ત્યાંની 20 વર્ષીય રિસેપ્શનિસ્ટને હાથ પર કિસ કરી છેડતી કરતાં હોબાળો મચ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ આ તબીબને મેથીપાક ચખાડતો એઇમ્સ હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. સોનોગ્રાફી રૂમમાં તબીબે કરેલી આ હરકત શહેરમાં ચર્ચાસ્પદ બની છે. પીડિતાએ કહ્યું હતું કે આ ઘટના ત્રીજીવાર બની અને ઓછી મે પોલીસ ફરિયાદ કરી છે. 181 મહિલા હેલ્પલાઇનમાં પણ ફરિયાદ કરી છે.
મૂળ અમરેલી જિલ્લાની વતની અને હાલ કતારગામ રહેતી 20 વર્ષીય યુવતી કાપોદ્રામાં એક સોનોગ્રાફી સેન્ટરમાં રિસેપ્સનિસ્ટ છે. પિતાનું વર્ષો પહેલાં અવસાન થઈ ગયું હોઈ. આ યુવતી પર જ માતા, ભાઈના ભરણપોષણની જવાબદારી છે. બુધવારે બપોરે રાબેતા મુજબ તે ડયુટી પર હતી તે વખતે તેમના સેન્ટરમાં એક યુવતી ડાયગ્નોસિસ માટે આવી હતી. અહીં પ્રેગ્નન્સીને લાગતા ટેસ્ટ માટે જકાતનાકા પર ફ્લોરલ વુમન્સ હોસ્પિટલમાં ગાયનેક પ્રતીક માવાણી કન્સલ્ટન્ટ તરીકે આવતા રહેતા હતા.
બપોરે સવા બે વાગ્યે પેશન્ટને આ યુવતી ડાયગ્નોસિસ માટે રૂમમાં લઇ ગઇ હતી. પેશન્ટને રેડી કરી ત્યાં જ હાજર હતી અને ડોક્ટર પ્રતીક માવાણીએ પેશન્ટની તપાસ શરૂ કરી હતી. દસેક મિનિટ થઈ જવા છતાં યોગ્ય તપાસ નહિ થતાં તબીબે હતાશ થવાનું નાટક કરી આ રિસેપ્શનિસ્ટના ખબા પર માથું ઢાળી દીધું હતું. તે લગ્ન કરવાની છે કે નહિ તેવી વાતો કરવાની સાથે જ આ રિસેપ્શનિસ્ટ યુવતીને ડાબા હાથે કિસ કરી લીધી હતી.
ઘટનાથી રોષે ભરાયેલી યુવતીએ ત્વરિત માતાને જાણ કરતાં સ્વજનો સહિતનું ટોળું આ સેન્ટરમાં ધસી આવ્યું હતું. રોષે ભરાયેલા ટોળાએ તેની ક્લિનિકમાં જ ધોલાઈ કરી નાંખી હતી. તબીબની આ હરકતને કારણે તબીબી આલમમાં મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. કાપોદ્રા પોલીસે આ યુવતીની ફરિયાદને આધારે તબીબ વિરુદ્ધ છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે ડોક્ટર ઇજાગ્રસ્ત હોવાથી હોસ્પિટલમાં દાખલ છે.
ડો. પ્રતીક માવાણી પહેલેથી જ આ રિસેપ્શનિસ્ટની પાછળ લટ્ટુ બન્યો હતો. થોડાક દિવસ પહેલાં ગળે ભેટવાની કોશિશ કરી થાપાના ભાગે ટચ કર્યું હતું. 23મી ડિસેમ્બરે પણ પપ્પી બપ્પી નહિ થઇ જાય તેમ કહી હાઠ પર બટકું ભરી લીધું હતું. યુવતીએ આ બંને વખત મસ્તી સમજી અવગણી હતી, પરંતુ બુધવારે કરેલી અશ્લીલ હરકતે આ તબીબની નિયતનો ભાંડો ફોડી નાંખ્યો હતો. પીડિતાએ જણાવ્યું હતું કે, ત્રીજી વાર આ પ્રકારની ઘટના બની ત્યારબાદ મેં પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આ મામલે 181 મહિલા હેલ્પલાઇનમાં પણ જાણ કરી છે. મારી એટલે જ વિનંતી છે કે પોલીસ મને સપોર્ટ કરે.
વધુમાં જણાવ્યું હતું કે, ડોક્ટરનો સ્વભાવ મસ્તી જેવો છે એ પણ મને પણ ખબર છે પણ આ હરકત લીગલી જોવા જાવ તો છેડતી જ છે. કેમકે હું તેમની કોઈ સગા નથી કે તે આવીને મને બચકુ ભરી જાય. આ બાબતે જ્યારે માલિકને જાણ કરવામાં આવી ત્યારે તેમણે પણ એવું કહ્યું હતું કે આવું શક્ય જ નથી. આ બધું તમે ખોટું બોલો છો અને પૈસા પડાવવા માટે આવું કરી રહ્યા છો. આ બધું પૈસા માટે નથી કર્યું અમારી આબરૂ નો સવાલ છે. અમે નાના માણસો છીએ અમારા માટે આબરૂ વધારે ઈમ્પોર્ટન્ટ હોય છે.
ડોક્ટર પ્રતીકે મીડિયા સામે નિવેદન આપતાં જણાવ્યું કે, "જ્યારે આવા ખોટા આક્ષેપો થશે, તો અમે કેવી રીતે યોગ્ય રીતે દર્દીઓની સારવાર કરી શકશું?" તેઓએ આગળ કહ્યું કે, "મારી પાસેથી 20 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી, અને પૈસા આપવાની ના પાડતાં મારા પર હુમલો કરવામાં આવ્યો."
સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ રીતે જોવા મળે છે કે તેમને કેવી રીતે મારવામાં આવી રહ્યો છે. ડોક્ટર પ્રતીકનો દાવો છે કે, યુવતી અને તેના સાથીઓએ પૈસાની માંગણી કર્યા પછી તેમને ધમકી આપી હતી કે, "તમારી પ્રતિષ્ઠાને નુકસાન ન પહોંચાડવી હોય તો પૈસા આપો."
ડોક્ટરે કહ્યું કે, "જ્યારે દર્દીની ચકાસણી થાય છે, ત્યારે ડોક્ટર સાથે હેલ્પર અને મશીન ઓપરેટર પણ હોય છે. ત્યારે, એવા સમયે કઈ રીતે કોઈ યુવતીની છેડતી થઈ શકે?" આ સમગ્ર ઘટનાને પગલે, ડોક્ટર પ્રતીકે ખંડણી અને મારપીટની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ખંડણી અને રાયોટીંગનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!