ગુજરાત પોલીસની 100 કલાક ડ્રાઈવ બાદ DGPનો ખુલાસો
30 વર્ષના 31,834 આરોપીઓનું વેરીફિકેશન પૂર્ણ, 3,744 આરોપીઓએ સરનામાં બદલ્યાં

4,506 આરોપીઓ ગુજરાત બહારના હોવાથી તેઓનું ચેકિંગ કરવા DGPએ આપી સૂચના

4,506 આરોપીઓ ગુજરાત બહારના હોવાથી તેઓનું ચેકિંગ કરવા DGPએ આપી સૂચના
ગુજરાત ATS દ્વારા હથિયાર સહિત જીવલેણ મુદ્દામાલ સાથે આતંકીઓને પકડી પાડ્યા બાદ દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લઈ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તકેદારી વધારવા માટે તાત્કાલિક એક્શન પ્લાન ઘડી જરૂરી આદેશ કર્યા હતા. 17 નવેમ્બરે બેઠક કરી તમામ શહેર-જિલ્લાના પોલીસ વડાઓને છેલ્લા ૩૦ વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં પકડાયેલા આરોપીઓનું વેરીફિકેશન કરી ડોઝિયર તૈયાર કરવાની કામગીરી 100 કલાકમાં પૂર્ણ કરવા સૂચના આપી હતી.
વિકાસ સહાયની સૂચના મુજબ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોએ કામગીરી પૂર્ણ કરી છે. ગુજરાત પોલીસે છેલ્લા 30 વર્ષના ડેટાબેઝની તપાસ કરીને કુલ 31,834 આરોપીઓનું ઘરે-ઘરે જઈને ચેકિંગ કર્યું છે. વેરીફિકેશન પ્રક્રિયામાં મુખ્યત્વે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનાઓ, અન લૉ ફુલ એક્ટિવિટિઝ, પ્રિવેન્શન એક્ટ (UAPA), ટેરેરિસ્ટ ડિસરપ્ટીવ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ (TADA), NDPS એક્ટ, આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ એક્ટ, ફેક ઇન્ડિયન કરન્સી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનું ચેકિંગ કરાયું હતું. પોલીસે તમામ આરોપીઓની હાલની પ્રવૃત્તિઓ અને નોકરી સહિતની વિગતો અંગે તપાસ કરી હતી.
વેરિફિકેશન પૂર્ણ કર્યા બાદ ગુજરાત પોલીસે રજૂ કરેલા રાષ્ટ્ર વિરોધી આરોપીઓના આંકડા રજૂ કરતાં વિકાસ સહાયે જણાવ્યું કે, ચેક કરવામાં આવેલા કુલ 31,834 આરોપીઓ પૈકી 11,880 આરોપીઓ એટલે કે અંદાજે 37 ટકા આરોપીઓ મળી આવ્યા હતા. જે તમામના ડોઝિયર ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત 2,326 આરોપીઓ હવે હયાત નથી. 3,744 આરોપીઓએ પોતાના સરનામાં બદલી નાખ્યા છે. તેમના નવા સરનામાના આધારે ત્યાં જઈને પણ ચેકીંગ કાર્યવાહી કરાશે. 4,506 આરોપીઓ ગુજરાત રાજ્ય બહારના છે.
ગુજરાત પોલીસ દ્વારા ચેકિંગનું પ્રથમ તબક્કાનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. વિકાસ સહાયે જણાવ્યું કે, હવે બીજા તબક્કામાં રાજ્ય બહારના આરોપીઓનું ચેકિંગ કરી તેમના ડોઝિયર તૈયાર કરવા માટે ખાસ SOP તૈયાર કરી સઘન કાર્યવાહી કરવામાં આવશે. જેથી રાષ્ટ્રવિરોધી તત્વો પર કાયમી ધોરણે મજબૂત નિયંત્રણ રાખી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!