દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ખેતરમાં છૂપાયેલા ચોરને ઝડપ્યો
થર્મલ ઈમેજિંગ કેમેરાથી ખેતરમાં છૂપાયેલા ચોરને શોધ્યા હતા. પોલીસે ડ્રોનમાં ચોર દેખાતા પોલીસે રાતભર ચોરનો પીછો કર્યો

ડ્રોનની મદદથી ચોરને ઝડપ્યો

ડ્રોનની મદદથી ચોરને ઝડપ્યો
દાહોદ પોલીસે ડ્રોન કેમેરાની મદદથી ખેતરોમાંથી આરોપીને શોધી કાઢ્યાં હતા. થર્મલ ઈમેજિંગ કેમેરાથી ખેતરમાં છૂપાયેલા ચોરને શોધ્યા હતા. પોલીસે ડ્રોનમાં ચોર દેખાતા રાતભર ચોરનો પીછો કર્યો હતો. ત્યારબાદ આસપાસના વિસ્તારમાં ઘેરાબંધી કરી પોલીસે ચોરને ઝડપી પાડ્યો હતો.
ગુજરાત પોલીસને ડ્રોનની મદદથી મંદિરોમાં ચોરીમાં સંડોવાયેલી ગેંગના લીડરની ધરપકડ કર્યા બાદ હવે ડમ્પર લૂંટારૂને પકડવામાં સફળતા મળી છે. ડમ્પર લૂંટીને ભાગી ગયેલો ગેંગ લીડર બચવા માટે મકાઈના ખેતરમાં ગયો હતો, પરંતુ પોલીસ ડ્રોન દ્વારા તેને જોવામાં આવ્યો હતો. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે ટેકનોલોજીનો સારો ઉપયોગ કરવા બદલ દાહોદ જિલ્લા પોલીસની પ્રશંસા કરી છે. તેણે X પર આ રસપ્રદ વીડિયો પણ શેર કર્યો છે.
26 ફેબ્રુઆરીએ છત્તીસગઢનાં મુંગેલીથી ડમ્પરની ચોરી કરી હતી. DGP વિકાસ સહાયે દાહોદ પોલીસની કામગીરી બિરદાવી છે. ગુજરાત પોલીસ દ્વારા ટેક્નોલોજીનો સદ્દઉપયોગ કર્યો હોવાના વખાણ પણ કર્યા છે.
બીજી તરફ સુરેન્દ્રનગરમાં ધાડપાડુ ગેંગનો રીઢો આરોપી ઝડપાયો છે. આરોપી વિરૂદ્ધ ગુજરાતભરમાં આશરે 36 ગુના નોંધાયેલા છે. આરોપીને ફિંગરપ્રિન્ટના આધારે ઝડપવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી 1.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!