દુબઈથી ચાલતા 200 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
સીઆઈડી ક્રાઈમના સાયબર સેલે સુરેન્દ્રનગર, મોરબી અને સુરતના 6 શખ્સોને ઝડપી લીધા

પકડાયેલા શખ્સોએ 386થી વધુ ગુના આચર્યા હોવાનો ખુલાસો, વધુ પૂછપરછ હાથ ધરાઈ

પકડાયેલા શખ્સોએ 386થી વધુ ગુના આચર્યા હોવાનો ખુલાસો, વધુ પૂછપરછ હાથ ધરાઈ
ગુજરાત CID ક્રાઈમની સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ટીમે 200 કરોડના સાયબર ક્રાઈમના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ શખ્સો દુબઈમાં બેઠેલી સાયબર ક્રાઈમ સિન્ડિકેટને ઠગાઈના પૈસા ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરીને મોકલતા હોવાનું સામે આવ્યું છે. આ ગેંગનો મુખ્ય સુત્રધાર લખતર APMCમાં ઓફિસ ખોલી સમગ્ર નેટવર્કનું સંચાલન કરતો હતો.
ગુજરાતના નાગરિકોની મહેનતની કમાણી ચાઉં કરી જતી આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટની ગેંગને સીઆઈડી ક્રાઈમના સાયબર સેલે ઝડપી પાડી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓના મોબાઈલ ફોનમાંથી 100થી વધુ બેંક એકાઉન્ટની વિગતો મળી છે. આ ગેંગે ગુજરાતમાં 29 સહિત દેશમાં 386 થી વધુ સાયબર ક્રાઈમના ગુના આચર્યા હોવાનું પોર્ટલ પર તપાસ કરતા સામે આવ્યું છે. આ ગેંગે અત્યાર સુધીમાં અંદાજે 200 કરોડની ઠગાઈ આચરી છે. આ ગેંગે સાયબર ઠગાઈ કરવા માટે ડિજિટલ અરેસ્ટ ફ્રોડ, ફાયનાન્સિયલ ફ્રોડ, પાર્ટ-ટાઈમ જોબ ફ્રોડ, લોન ફ્રોડ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેવી વિવિધ મોડેસ ઓપરેન્ડીનો ઉપયોગ કર્યો છે.
પકડાયેલા તમામ શખ્સો સાયબર ફ્રોડથી મેળવેલા ઠગાઈના નાણા બનાવટી બેંક એકાઉન્ટમાં જમા કરાવતા હતા. મોરબીના શખ્સો રૂપિયા ઉપાડીને આંગડિયા મારફતે સુરતના શખ્સોને મોકલતા હતા. સુરતના શખ્સો આ નાણાને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરીને દુબઈ મોકલતા હતા. જેમાં USDT કે ક્રિપ્ટોમાં કન્વર્ટ કરીને રોકાણ કરવામાં આવતું હતું. સાવરકુંડલાનો શખ્સ પણ તેવી જ રીતે કામ કરતો હતો. જે વ્યક્તિનું એકાઉન્ટ વાપરવામાં આવતું હોય તેને દર મહિને 25 હજાર રૂપિયા ભાડું ચુકવવામાં આવતું હતું. જ્યારે પકડાયેલા શખ્સોને 1 લાખની સામે 650 રૂપિયાનું કમિશન મળતું હતું.
સાયબર ગઠીયાઓની આ ગેંગે આર્થિક લાભ માટે લખતર APMCમાં પેઢી રજિસ્ટર કરીને ઓફિસ શરૂ કરી હતી. જેની આડમાં 'મ્યુલ બેંક એકાઉન્ટ્સ' ખોલાવતા હતા. સાયબર ક્રાઈમના ભોગ બનેલા નાગરિકોના ગુમાવેલા પૈસા મ્યુલ એકાઉન્ટ્સમાં જમા કરાવતા હતા. ત્યારબાદ તેનું ચેક વિડ્રોલ, ATM વિડ્રોલ, ઓનલાઈન એપ્સ, ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન અને આંગડિયા મારફતે રોકડમાં રૂપાંતર કરીને દુબઈની સિન્ડિકેટને મોકલવામાં આવતા હતા.
સાયબર ક્રાઈમ પોલીસે તમામ શખ્સો પાસેથી 12 મોબાઈલ, 2 સીમકાર્ડ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ શખ્સોના આધારે સાયબર ક્રાઈમ પોલીસ હવે દુબઈના સિન્ડિકેટ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
પકડાયેલા સાયબર ગઠીયા
મહેન્દ્ર શામજીભાઈ સોલંકી (મોરબી)
રૂપેન પ્રાણજીવનભાઈ ભાટીયા (મોરબી)
રાકેશ કાંતિભાઈ લાણીયા (સુરેન્દ્રનગર)
રાકેશ ચમનભાઈ દેકાવાડીયા (સુરેન્દ્રનગર)
વિજય નાથાભાઈ ખાંભલ્યા (સુરત)
પંકજ બાબુભાઈ કથીરિયા (સુરત, મૂળ સાવરકુંડલા)
સાયબર ફ્રોડથી બચવા શું સાવચેતી રાખવી?
સોશીયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટસએપ તથા ટેલિગ્રામ પર ટૂંકાગાળામાં વધુ નફો કમાવી આપવાનું રોકાણ કરાવતી કંપનીઓના ભળતા નામવાળી જાહેરાતોમાં વિશ્વાસમાં આવી રોકાણ કરવું નહીં. ડિજિટલ એરેસ્ટની કાયદાકીય જોગવાઇ નથી. જેથી કોઇ POLICE, TRAI, ED, CBI, RBI જેવી સરકારી એજન્સીના નામે કોલ કરી ડિજિટલ એરેસ્ટના નામે ડરાવી ધમકાવી નાણાકીય કે ખાનગી માહીતી આપવા જણાવે તો આપશો નહી.
જ્યારે પણ તમારી સાથે કોઇપણ પ્રકારનો સાયબર ગનો બને તો ગોલ્ડન અવર (પ્રથમ એક કલાકમાં) સાયબર હેલ્પલાઇન નંબર 1930 નો સંપર્ક કરવો. જેથી આપના મહત્તમ નાણાં બચાવી શકાય. (ગોલ્ડન અવરમાં જાણ કરવાથી સાપેક્ષમાં 50 ટકાથી વધુ નાણાં હોલ્ડ કરાવી શકાય છે). પોતાનુ બેંક ખાતુ કે સીમકાર્ડ કોઇપણ વ્યક્તિને કોઇપણ બહાને કે લાલચમાં આવીને વાપરવા આપવું જોઇએ નહી. કારણકે તેના ગેરકાયદે ઉપયોગ માટે તમે જવાબદાર છો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.