પશુ ભરેલી રિક્ષા રોકતા ગૌરક્ષક પર છરીથી હુમલો
પંચનાથ સોસાયટીમાં કતલખાને લઈ જવાતા પશુઓને બચાવવા જતાં હિંસક માથાકૂટ

ગૌરક્ષક પર હુમલો

ગૌરક્ષક પર હુમલો
રાજકોટમાં માનવતા શર્મસાર: પશુઓની તસ્કરી રોકનાર ગૌરક્ષક પર છરી વડે જીવલેણ હુમલો
રાજકોટ શહેરના પંચનાથ સોસાયટી વિસ્તારમાં શનિવારે રાત્રે એક સનસનીખેજ ઘટના બની હતી. પશુઓને કતલખાને લઈ જતી રિક્ષાને રોકવાનો પ્રયાસ કરનાર ગૌરક્ષકો પર રિક્ષાચાલક અને તેના સાગરીતોએ છરી અને લાતો-મુક્કા વડે હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનામાં એક ગૌરક્ષક ગંભીર રીતે ઘાયલ થયો છે, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બાતમીના આધારે વોચ ગોઠવી હતી :
જીવદયા પ્રેમી જયેન્દ્ર ઉર્ફે જેકી ચંદવાણીયાને બાતમી મળી હતી કે વસીમ ઉર્ફે વાસલો નામનો શખ્સ પોતાની સીએનજી રિક્ષામાં પશુઓને કતલ કરવાના ઈરાદે લઈ જઈ રહ્યો છે. આ બાતમીને આધારે ગૌરક્ષકોની ટીમે પંચનાથ સોસાયટી શેરી નંબર-16 પાસે વોચ ગોઠવી હતી. રાત્રિના સમયે શંકાસ્પદ રિક્ષા પસાર થતા જ ગૌરક્ષકોએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
છ શખ્સોની ટોળકીએ કર્યો હુમલો :
રિક્ષાચાલક વસીમે નાસવાનો પ્રયાસ કર્યો પરંતુ અન્ય વાહન સાથે ભટકાતા રિક્ષા ઉભી રહી ગઈ હતી. આ દરમિયાન તેણે ફોન કરીને પોતાના સાગરીતોને બોલાવી લીધા હતા. અબુ ઉર્ફે આફતાબ, શાબાજ અને અન્ય અજાણ્યા શખ્સોએ ભેગા મળીને ગૌરક્ષક કિશનભાઈ પર હુમલો કર્યો હતો. શાબાજે છરી વડે કિશનભાઈના થાપાના ભાગે ઘા ઝીંકી દીધો હતો. હુમલાખોરોએ ગાળો ભાંડી આતંક મચાવ્યો હતો, જે સમગ્ર દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો :
આ મામલે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં વસીમ બેલીમ સહિતના શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હુમલાખોરોની ઓળખ કરી લીધી છે અને તેમને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. ઈજાગ્રસ્ત કિશનભાઈની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય