કામરેજ ફાયરિંગ કેસ: RFO સોનલ સોલંકીનું મોત
48 દિવસની સારવાર બાદ અમદાવાદ સિવિલમાં મહિલા RFO સોનલ સોલંકીનું મોત

RFO સોનલ સોલંકી

RFO સોનલ સોલંકી
સુરત જિલ્લાના કામરેજ પાસે જીવલેણ હુમલાનો શિકાર બનેલા મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સોનલ સોલંકીનું લાંબી સારવાર બાદ આજે 23 ડિસેમ્બરના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. 48 દિવસ સુધી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ આખરે તેઓ જિંદગીની જંગ હારી ગયા છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા વન વિભાગ અને સુરત પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.
શું હતી સમગ્ર ઘટના? :
ગયા મહિને 6 નવેમ્બર 2025ના રોજ વહેલી સવારે સોનલ સોલંકી જ્યારે પોતાની કારમાં પુત્ર સાથે અડાજણ ઓફિસ જવા નીકળ્યા હતા, ત્યારે કામરેજ નજીક તેમના પર અજાણ્યા શખસો દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એક ગોળી તેમના માથાના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાથમિક તપાસમાં આ અકસ્માત જેવી ઘટના લાગતી હતી, પરંતુ પોલીસની ઉંડી તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.
પતિએ જ સોપારી આપી કરાવી હત્યા :
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે સોનલ સોલંકીના પતિ અને RTO ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામીએ જ પોતાની પત્નીની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. આ પાછળનું મુખ્ય કારણ પતિના લગ્નેતર સંબંધો હતા. અગાઉ સોનલબેને પોતાના પતિને અન્ય મહિલા સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા, જે બાદ બંને વચ્ચે વિવાદ ચાલતો હતો. આ તકરારનો કાયમી નિકાલ લાવવા નિકુંજે તેના મિત્ર ઈશ્વર ગોસ્વામીને સોપારી આપી ફાયરિંગ કરાવ્યું હતું.
સારવાર અને નિધન :
હુમલા બાદ તરત જ સુરતની ખાનગી હોસ્પિટલમાં સોનલબેનની સર્જરી કરવામાં આવી હતી અને માથામાંથી ગોળી કાઢી લેવાઈ હતી. જોકે, મગજમાં થયેલી ગંભીર ઈજાને કારણે તેમની તબિયત સુધરી રહી નહોતી. વધુ સારવાર માટે 9 ડિસેમ્બરે તેમને અમદાવાદ સિવિલ ખસેડાયા હતા, જ્યાં તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા. આખરે આજે સવારે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
કલમ-302 હેઠળ કાર્યવાહી થશે :
અત્યાર સુધી પોલીસ આ કેસમાં હત્યાના પ્રયાસ (Attempt to Murder) હેઠળ તપાસ કરી રહી હતી. હવે સોનલ સોલંકીના અવસાન બાદ પોલીસ આરોપી પતિ નિકુંજ ગોસ્વામી અને શૂટર ઈશ્વર વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ કરશે. શૂટર ઈશ્વર હાલ પોલીસ કસ્ટડીમાં છે અને તેણે ગુનો કર્યા બાદ પુણેના ભીમાશંકર જ્યોતિર્લિંગ જઈ છુપાયાની કબૂલાત પણ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!