ભાવનગરના કેટરિંગના વેપારીનો આપઘાત
વ્યાજખોરોની ધાકધમકીથી ત્રસ્ત કેટરિંગના વેપારીનો આપઘાત

કેટરિંગના વેપારી

કેટરિંગના વેપારી
વ્યાજખોરોથી કંટાળી ભાવનગરના કેટરિંગના વેપારીનો આપઘાત
ભાવનગરના કૃષ્ણનગર ડેરી રોડ વિસ્તારમાં રહેતા અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાને વ્યાજખોરોની ધાકધમકીથી ત્રસ્ત થઈ સુભાષનગર સ્થિત પોતાના ગોડાઉનમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.
કૃણાલ ઉમેશભાઈ માંડલિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના નાનાભાઈ મેહુલ (ઉં.૩૪) કેટરિંગના વ્યવસાય અર્થે નાણાંની જરૂર પડતા પિન્ટુ ચસ્કામસ્કા વાળા, રવિ ચંદુભાઈ ખોખર તેમજ તેમના વતી ઉઘરાણી કરતા ગોપાલ અને લાલા સાટિયા પાસેથી વ્યાજે નાણાં લીધા હતા. આ ચારેય શખ્સો ઊંચા વ્યાજની વસૂલાત માટે મેહુલને ફોન પર અને રૂબરૂ મળી સતત ધાકધમકી આપતા હતા. આરોપી લાલા સાટિયાએ મેહુલ પાસેથી બળજબરીથી એક્ટિવા પડાવી લીધું હતું, જ્યારે રવિ ખોખરે નાણાં નહીં ચૂકવાય તો ઘરના સભ્યોને બહાર કાઢી ઘર પચાવી પાડવાની ધમકી આપતા મેહુલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!