અંકલેશ્વર પાસે મૌલવી દ્વારા દુષ્કર્મનો કેસ
મહિલાને લગ્નની લાલચ આપી સુગંધી પાણી પીવડાવી દુષ્કર્મ આચર્યું

અંકલેશ્વર મૌલવી દુષ્કર્મ કેસ

અંકલેશ્વર મૌલવી દુષ્કર્મ કેસ
અંકલેશ્વર અને સુરત જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલી એક વસાહતમાં કાયદો અને સુરક્ષાને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. મદ્રેસામાં કાર્યરત એક મૌલવીએ લગ્નનું લાલચ આપીને મહિલાને સુગંધી પાણી પીવડાવી બેભાન કરી દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આરોપ છે. પાનોલી પોલીસે તરત જ કાર્યવાહી કરતાં મૌલવીને ઝડપી લીધો છે.
લાલચ આપીને મદ્રેસામાં બોલાવ્યું :
માહિતી મુજબ, મહિલાનો પરિચય તેની બહેનપણી મારફતે મદ્રેસાના મૌલવી અજવદ બેમાત ઉંમર 52 સાથે થયો હતો. પરિચય બાદ મૌલવીએ મહિલાને સતત કોલ અને મેસેજ કરીને લગ્નની લાલચ આપી હતી. 9 નવેમ્બરના રોજ તેણે મહિલાને મદ્રેસામાં આવેલા પોતાના રેસીડેન્સ પર બોલાવી હતી, જ્યાં તેને સુગંધી પાણી પીવડાવવામાં આવ્યું હતું. તે બાદ અર્ધબેભાન હાલતમાં બે વાર દુષ્કર્મ કરવામાં આવ્યું.
ધર્માંતરણ નહીં કરાય તો ધમકી :
મહિલા ભાનમાં આવતા મૌલવીએ ધર્માંતરણ કરવાની જબરદસ્તી કરી હતી અને ઈન્કાર કરવાથી બદનામ કરવાની તેમજ બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાએ હિંમતપૂર્વક પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
કેનેડાનો સિટિઝન હોવાનું બહાર આવ્યું :
પોલીસ તપાસ દરમ્યાન ખુલ્યું કે આરોપી મૌલવી અજવદ બેમાતના કેનેડાનો નાગરિક છે. આથી પોલીસે તપાસનો વ્યાપ વધારી અન્ય કોઈ મહિલાઓને નિશાન બનાવવામાં આવી હોય તેની પણ છાનબીન શરૂ કરી છે.
10 દિવસનો રિમાન્ડ મંજૂર :
ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે ગુનામાં મદ્રેસાના મૌલવીની ધરપકડ કરવામાં આવી છે અને 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આરોપી વિદેશ પ્રવાસ અને અન્ય સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે.પોલીસ સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને પ્રાથમિક તબક્કે અનેક મહત્વપૂર્ણ તથ્યો બહાર આવી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!