બનાસકાંઠામાં મળી સળગેલી કાર, માનવ કંકાલ અને વીમાનું રહસ્ય...
વીમો પકવવા માટે આખરે હોટલના માલિકે કોને મારી નાખી કારમાં સળગાવી દીધો ?

બનાસકાંઠામાં મળી સળગેલી કાર, માનવ કંકાલ અને વીમાનું રહસ્ય...

બનાસકાંઠામાં મળી સળગેલી કાર, માનવ કંકાલ અને વીમાનું રહસ્ય...
બનાસકાંઠા જિલ્લામાં વડગામના ધનપુર નજીક વીમો પકવવા માટે તરકટ રચીને અન્ય વ્યક્તિની લાશ કારમાં મુકીને કાર સળગાવી દેવાની ચોંકાવનારી ઘટનામાં ઘટસ્ફોટ થયો છે કે કારની અંદર સળગી ગયેલું માનવ કંકાલ વિરમપુરના રેવા ભાઇ ગામીતનું છે અને ભગવાનસિંહે જ તેની હોટલમાં મજૂરીકામ કરી રહેલા રેવાભાઇની હત્યા કરાવી હતી.
તાજેતરમાં ધનપુરા ગામની સીમમાં વહેલી સવારે એક કાર ભડભડ સળગી ઉઠી હતી જેથી ગ્રામજનો તત્કાળ સ્થળ પર દોડી ગયા હતા. આ બનાવમાં કારમાં કાર ચાલક ભડથુ થઇ ગયો હતો અને તેનું કંકાલ મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતાં વડગામ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને આગ કેવી રીતે લાગી તે સહિતા મુદ્દાની તપાસ શરુ કરી હતી.
દરમિયાન પોલીસે કારના નંબરના આધારે તપાસ કરતાં આ કાર થોડા સમય પહેલા વડગામના ઢેલાણા ગામના ભગવાન રાજપૂતે ખરીદી હોવાનું બહાર આવ્યું હતું તેથી કારમાં સળગી જવાથી ભગવાનસિંહનું મોત થયું હોવાનું અનુમાન લગાવી પોલીસે ઉંડી તપાસ શરુ કરી હતી અને કારમાંથી મળેલી લાશને ફોરેન્સીક માં મોકલીને વૈજ્ઞાનિક ઢબે તપાસ શરુ કરાઇ હતી.
દરમિયાન તપાસમાં જણાયું હતું કે ભગવાન રાજપૂતે પોતાની હોટલ પર લોન લીધી હતી અને તે લોન માફ થઇ જાય તે માટે તેણે કાવતરું રચીને કોઇ વ્યક્તિની લાશને જમીનમાંથી ખોદીને લાવ્યા બાદ કારમાં તેને રાખીને કાર સળગાવી દીધી હતી.
ત્યારબાદ ડીએનએ રિપોર્ટ આવતાં રિપોર્ટ જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તે ડીએનએ ભગવાન રાજપૂત સાથે મેચ થયું ન હતું તેથી આ કેસમાં મોટો વળાંક આવ્યો હતો. આ કંકાલ વિરમપુરના રેવાભાઇ મોહનભાઇ ગામિતિનો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભગવાનસિંહ રાજપૂતે તેની હોટલમાં મજૂરી કામ માટે લાવેલા રેવાભાઇની હત્યા કરાવી તેના જ મૃતદેહને કાર સાથે સળગાવી દીધો હોવાનું ખૂલ્યું છે
પોલીસે સમગ્ર કેસમાં ઉંડી તપાસ કરીને દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ કરશનજી પરમાર (રાજપુત) રહે.ઢેલાણા, મહેશજી નરસંગજી મકવાણા રહે.ઢેલાણા, ભેમાજી ભીખાજી રાજપુત રહે.ઘોડીયાલ, સેધાજી ધેમરજી ઉર્ફ ધિરાજી ઠાકોર રહે.ઘોડીયાલ, દેવાભાઇ લલ્લુભાઇ ગમાર રહે.ખેરમાળ તા.દાંતા હાલ રહે.ઘોડીયાલ તા.વડગામ,સુરેશભાઇ બાબુભાઇ બુંબડીયા રહે.વેકરી તા.દાંતા હાલ રહે.ઘોડીયાલ તા.વડગામ સામે નોંધ્યો ગુનો હતો. પોલીસે 5 શખ્સની અટકાયત કરી હતી. જો કે મુખ્ય સૂત્રધાર ભગવાનસિંહ પોલીસ પકડથી હજી પણ દૂર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!