અમદાવાદમાં ઝાડ કાપવાના બહાને ઘરોમાં ચોરી
એલસિબી અને નવરંગપુરા પોલીસે 11 લાખની ચોરી કરનાર ગેંગના ત્રણ સભ્યોને પકડી પાડ્યા

અમદાવાદમાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ

અમદાવાદમાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ
અમદાવાદમાં વધી રહેલા ચોરીના બનાવો વચ્ચે શહેર પોલીસે એક મોટી સફળતા મેળવી છે. ઝોન-1 લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને નવરંગપુરા પોલીસની સર્વેલન્સ ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઝાડ કાપવાના બહાને ઘરોની રેકી કરીને ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે.
આ ગેંગ નવરંગપુરાના કમલા સોસાયટી વિસ્તારમાં આવેલા એક બંગલામાંથી રૂ.11 લાખથી વધુની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. આ ઘટના 24 ઓક્ટોબરના રોજ બની હતી, જ્યારે ફરિયાદી પરિવાર બહાર ગયો હતો. આરોપીઓએ છતનો દરવાજો તોડી તિજોરી ખોલી ચોરીને અંજામ આપ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળની આસપાસના 200 જેટલા CCTV ફૂટેજની તપાસ કરી હતી, જેમાં શંકાસ્પદ વ્યક્તિઓના ચહેરા કેદ થયા હતા. ટેકનિકલ ઇનપુટ્સ અને બાતમીદારોની મદદથી પોલીસએ પીરાણા ક્રોસરોડ પાસેના ગણેશનગર વિસ્તારમાંથી આરોપીઓને દબોચી લીધા હતા.
પકડાયેલા આરોપીઓની ઓળખ પરેશ ઉર્ફે ગગુ દંતાણી (21) અને શૈલેષ ઉર્ફે કિશન રાવત (28) તરીકે થઈ છે, જ્યારે ત્રીજો સભ્ય સગીર છે. પોલીસે તેમની પાસેથી રૂ.9.57 લાખના દાગીના, રૂ.1.18 લાખ રોકડા અને રૂ.25 હજારની ઓટો રિક્ષા સહિત કુલ રૂ.11.01 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ ઝાડ કાપનાર તરીકે સોસાયટીઓમાં ફરતા હતા. તેઓ બંધ મકાનોની રેકી કરી ખાતરી કરતા કે ઘરમાં કોઈ નથી અને ત્યારબાદ છત કે દરવાજા તોડી ચોરી કરતા. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ગેંગ અન્ય ચોરીના બનાવોમાં પણ સંડોવાયેલી છે કે નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!