અમરેલીઃ લગ્નના એક દિવસ પહેલા જ વરરાજાની દુલ્હનના પ્રેમીએ કરી ઘાતકી હત્યા
અમરેલી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ધારીના મીઠાપુર ગામમાં લગ્નના એક દિવસ પહેલા જ વરરાજાને દુલ્હનના પ્રેમીએ રહેંસી નાંખ્યો હતો.

વરરાજાની ઘાતકી હત્યા

વરરાજાની ઘાતકી હત્યા
અમરેલી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ધારીના મીઠાપુર ગામમાં લગ્નના એક દિવસ પહેલા જ વરરાજાને દુલ્હનના પ્રેમીએ રહેંસી નાંખ્યો હતો. જેને લઈ ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવકના પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. મૃતકના ભાવિ પત્નીના પ્રેમીએ પ્રેમના આવેગમાં આવીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
અમરેલીના ધારીના મીઠાપુર ગામમાં વિશાલ મકવાણા નામના યુવકની લગ્નના એક દિવસ પહેલાં જ હત્યા કરી દેવામાં આવી છે. લગ્નની આગલી સાંજે વિશાલની ભાવિ પત્નીના પ્રેમી સોએબ સમા નામના વ્યક્તિએ તેને ગામની સીમમા બોલાવ્યો હતો. વિશાલ ત્યાં પહોંચ્યો બાદમાં તેની હત્યા કરી દેવાઈ હતી. નોંધનીય છે કે, આ પહેલાં પણ સોએબે વિશાલને આ પ્રકારની જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી પરંતુ, વિશાલે તેને ગંભીરતાથી નહતી લીધી.
મૃતકના કાકા કનુભાઈ મકવાણાએ જણાવ્યું કે, મારા દીકરાને માથે પાઇપના અને છરીના ઘા મારવામાં આવ્યા હતાં. આ સિવાય છાતીએ અને મોંઢે પણ ઘા મારવામાં આવ્યા હતાં. હું સરકાર પાસે ન્યાયની માંગ કરૂ છું, આરોપીને ફાંસી અથવા આજીવન કેદની સજા થવી જોઈએ.
સમગ્ર મામલે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લીધો છે. હાલ મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમમાં મોકલી આ વિશે વધુ તપાસ હાથ ધવામાં આવી છે. હાલ, મીઠાપુર ગામમાં મૃતકના પરિવાર તેમજ તેની ભાવિ પત્નીના પરિવારમાં શોકનો માહોલ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!