લગ્નના દિવસે જ નવવધૂની હત્યા કરનાર વરરાજાની ધરપકડ
સાજન ઉર્ફે ભૂરા એ પ્રેમ સંબંધના કરુણ અંજામમાં સોનીબેનનું અપહરણ કરી લોખંડની પાઈપ વડે હત્યા

આરોપી સાજન ઉર્ફે ભૂરા

આરોપી સાજન ઉર્ફે ભૂરા
ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં એક પ્રેમ સંબંધનો અત્યંત કરુણ અંજામ આવ્યો છે. જે યુગલના લગ્ન થવાના હતા તે જ દિવસે, યુવતી સોનીબેનની તેના પ્રેમી અને ભાવિ પતિ સાજન ઉર્ફે ભૂરો ખન્નાભાઈ બારૈયા દ્વારા લોખંડની પાઈપ અને દીવાલ સાથે માથું પછાડીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની ઘટના 15 નવેમ્બરના રોજ બની હતી. હત્યારો સાજન ઘટનાસ્થળેથી ફરાર થઈ જતાં પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને સાજનને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગંગાજળિયા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
આ બનાવ અંગે મૃતક યુવતી સોનીબેનના ભાઈ વિપુલભાઈ રાઠોડે ગંગાજળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે, તેમની બહેન સોનીબેનને છેલ્લા 8 મહિનાથી પ્રભુદાસ તળાવ, ભાવનગર ખાતે રહેતા સાજન ઉર્ફે ભૂરા બારૈયા સાથે પ્રેમ સંબંધ હતો અને તેઓ સાથે રહેતા હતા. પરિવારે આ સંબંધને સ્વીકારીને બંનના લગ્નના રોજ નક્કી કર્યા હતા અને કંકોત્રી પણ છપાવી દીધી હતી. જોકે, 14 નવેમ્બરની રાત્રે દસેક વાગ્યે સાજને સોનીબેનને માર માર્યો, જેથી તે ભાગીને પોતાના ઘરે આવી હતી. સાજનથી બચાવવા માટે પરિવારે સોનીબેનને તેના નાનીમા શાંતાબેન બાંભણીયાના ઘરે કરચલીયાપરા, પોપટનગર મોકલી આપી હતી.
બળજબરીપૂર્વક સોનીબેનનું અપહરણ કર્યું
ફરિયાદ મુજબ, 15 નવેમ્બરની રાત્રે 2 વાગ્યે આરોપી સાજન ઉર્ફે ભૂરો, વિપુલભાઈના ઘરે આવ્યો હતો. તેણે વિપુલભાઈના નાના ભાઈ સુનીલ ઉર્ફે બાબુને છરી બતાવી ઢીકાપાટુનો માર માર્યો અને સોનીબેન ક્યાં છે તે પૂછ્યું. જ્યારે પિતા હિંમતભાઈ વચ્ચે પડ્યા, ત્યારે સાજને તેમને પણ ધોકા વડે પગે મુંઢ ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ આરોપી સાજન પોપટનગર ખાતે નાનીમાના ઘરે પહોંચ્યો હતો. ત્યાં બધાને ધમકાવી, બળજબરીપૂર્વક સોનીબેનનું અપહરણ કરી તે તેને પોતાના ઘરે પ્રભુદાસ તળાવ, શેરી નં. 10 લઈ ગયો હતો.
પાઈપ વડે જ ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો
15 નવેમ્બરના રોજ સવારના નવેક વાગ્યાના અરસામાં, વિપુલભાઈના ભાઈ સુનીલે ઘરે આવીને જાણ કરી કે, સાજન ઉર્ફે ભૂરાના ઘરમાં સોનીબેનનો મૃતદેહ પડ્યો છે. વિપુલભાઈ તેમના માતા-પિતા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ઘરમાં સોનીબેનનો મૃતદેહ પડ્યો હતો. તેમને માથામાં ડાબી બાજુએ કાનથી ઉપરના ભાગે ગંભીર ઘા હતો, જેમાંથી ખૂબ લોહી વહી રહ્યું હતું. આ ઉપરાંત, તેના મોઢા, આંખો, છાતી, વાંસા અને ગોઠણના ભાગે મુંઢ ઈજાઓ પણ હતી. સ્થળ પરથી લોહીવાળો લોખંડનો પાઈપ પણ મળી આવ્યો હતો, જે દર્શાવે છે કે, આ પાઈપ વડે જ ક્રૂરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને ખસેડ્યો
આરોપી સાજન ઉર્ફે ભૂરો ખન્નાભાઈ બારૈયા સોનીબેનની હત્યા કરી ઘર ખુલ્લું મૂકીને ભાગી ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી સાજન ઉર્ફે ભૂરા વિરુદ્ધ ગુનો નોંધીને ઝડપી લીધો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!