બુટલેગર વિનોદ સિંધીને હાઈકોર્ટનો ફટકો, અરજી ફગાવી
દેશમાં પ્રથમ વખત બુટલેગર સામે ઇસ્યુ થયેલી રેડ કોર્નર નોટિસ પરત ખેંચવાની અરજી ફગાવી

દુબઈથી વિદેશી દારૂની સિન્ડિકેટ ચલાવનારા વિનોદ સિંધી સામે 153 ગુના, 72 ગુનામાં વોન્ટેડ

દુબઈથી વિદેશી દારૂની સિન્ડિકેટ ચલાવનારા વિનોદ સિંધી સામે 153 ગુના, 72 ગુનામાં વોન્ટેડ
બુટલેગર વિનોદ સિંધીને ગુજરાત હાઈકોર્ટે ઝટકો આપ્યો છે. વિનોદ સિંધીના પ્રત્યાર્પણ માટે ઈસ્યુ કરેલી રેડ કોર્નર નોટિસ પરત ખેંચવાની તેના પરિવારની માગણી હાઈકોર્ટે ફગાવી દીધી છે. વિદેશી દારૂની હેરાફેરીની સિન્ડિકેટ ચલાવનારો વિનોદ સિંધી હાલ દુબઈમાં છે.
વિનોદ સિંધીને પરત લાવવા ઈન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ ઈસ્યુ કરાયા બાદ દુબઈમાં અટકાયત કરવામાં આવી હતી. જો કે, દુબઈની કોર્ટમાં જામીન ભરી છૂટી ગયો હતો. સપ્ટેમ્બર-2022માં રેડકોર્નર નોટિસ ઈસ્યુ થયા બાદ વિનોદ ઉર્ફે વિજુ સિંધીના પરિવારે હાઈકોર્ટમાં દાદ માંગીને પરત ખેંચવા માંગ કરી હતી.
વિનોદ સિંધી સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યુ થયા બાદ દુબઈમાં 19 સપ્ટેમ્બર, 2022માં અટકાયત કરવામાં આવી હતી. પાંચ અઠવાડિયા જેલમાં રહ્યા બાદ 25 ઓક્ટોબર 2022માં 2 લાખ દિનાર (44 લાખ રૂપિયા) જામીન મૂક્યા હતા. જ્યારે તેનો પાસપોર્ટ પણ જપ્ત કરી લેવાયો હતો.
ગુજરાત હાઇકોર્ટમાં રેડ કોર્નર નોટિસને તેના પરિવારે ચેલેન્જ કરી હતી. અરજદાર સામે રેડ કોર્નર નોટિસ નીકળે તેવો કોઈ ગુનો નહી કર્યો હોવાથી પ્રોહિબિશન કેસમાં રેડ કોર્નર નોટિસ કાઢી શકાય નહીં તેમજ દુબઈમાં આ કેસ લાગુ પડતો નથી તેવો તેના વકીલે દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, દુબઈ અને ભારત બંને જગ્યાએ એક જ પ્રકારની ક્રિમિનાલિટીનો સિદ્ધાંત લાગુ પડે નહીં. પ્રોહિબિશન ગંભીર ગુનો નથી.
અગાઉ ટેકનિકાલિટીને લઈને તેની પ્રત્યાર્પણ અરજી નકારવામાં આવી હતી. અરજદારે માંગ કરી હતી કે, તેની સામે રેડ કોર્નર નોટિસ રદ કરવામાં આવે તેમજ ઓથોરિટીએ UAEને જે પ્રત્યાર્પણ અરજી કરી છે તે પરત ખેંચવામાં આવે. દુબઈમાં તેને જામીન પેટે કરેલ ખર્ચ ઓથોરિટી પાસેથી વસૂલવા માંગ કરી હતી.
સરકારી વકીલે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે વિનોદ સિંધી સામે 146 ગુના નોંધાયા છે. જેમાં 72 ગુનાઓમાં વોન્ટેડ છે. જ્યારે 74 કોર્ટ ટ્રાયલ પેન્ડિંગ છે. વિનોદ સિંધીની પિટિશન દુબઈમાં થવી જોઈએ. રેડ કોર્નર નોટિસ અગાઉ વિનોદ સિંધી સામે ધરપકડ વોરંટ નીકળી ચૂક્યા છે. તે ફક્ત પ્રોહિબિશન ગુનામાં નહીં, પરંતુ મની લોન્ડરીંગ, છેતરપિંડી, સ્મગલિંગ, આર્મ્સ એક્ટ, ટેક્સ ચોરી, હત્યા જેવા ગુનાઓમાં સામેલ છે. તે દુબઈ રહીને ગુજરાતમાં દારૂની હેરાફેરીની સિન્ડિકેટ ચલાવે છે. તે એક ભાગેડુ આરોપી છે. તેની સામે પુરતા પુરાવા છે. કેસની ટ્રાયલમાં તેની હાજરીની જરૂર છે. તેની ઉપર કુલ 153 ગુના છે. તે ગુનાહિત ભૂતકાળ ધરાવે છે.
તેમણે આરોપી સામે યોગ્ય પ્રક્રિયાથી રેડકોર્નર નોટિસ કાઢવામાં આવી છે. જેમાં તપાસ અધિકારી, ADG, CBI અને ઇન્ટરપોલ એમ તમામ લેવલે યોગ્ય પ્રક્રિયા અનુસરવામાં આવી છે. રેડ કોર્નર નોટિસનો મુખ્ય ઉદ્દેશ આરોપીની ધરપકડ કરવાનો છે. પ્રત્યાર્પણ અરજી પણ કાયદા મુજબ જ કરવામાં આવી છે. તેના 44 કરોડના હવાલા ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે. 100 કરોડથી વધુ રૂપિયાની હેરાફેરીમાં તે સામેલ હોવાની શક્યતા છે. 3 હત્યાના ગુનામાં તેની સંડોવણી છે. તેની સામે અમદાવાદના કણભા ઉપરાંત આણંદ અને વડોદરામાં ફરિયાદો નોંધાયેલી છે.
બૂટલેગર સામે પ્રથમ વખત રેડ કોર્નર નોટિસ
કરોડોની દારૂની હેરાફેરીના કેસોમાં વોન્ટેડ વિનોદ સિંધી સામે સ્ટેટ મોનિટરિંગ સેલના માધ્યમથી રેડ કોર્નર નોટિસ ઇસ્યુ થઈ છે. કોઈ બૂટલેગર સામે પ્રથમ વખત નોટિસ કાઢવામાં આવી છે. વિનોદ દુબઇ ભાગી ગયા પછી તેની દીકરી અભ્યાસ કરે છે ત્યાં જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેવામાં ભારત બહાર રહીને પણ વિનોદ દારૂની હેરાફેરીની સિન્ડીકેટ બેરોકટોક ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
વિનોદ સિંધી સમગ્ર ગુજરાતમાં દારૂની ડિલિવરી કરે છે. જેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતની અલગ અલગ જગ્યાએ કઈ રીતે દારૂ સપ્લાય કરવો, કઈ ગાડીમાં ક્યાં જીપીએસ લગાવવું. પોલીસથી કઈ રીતે બચવું તેમજ ક્યાં, કોને કેટલા પૈસા આપવા એ તમામ વિગત અગાઉથી નક્કી હોય છે. વિનોદ સિંધી દરેક દારૂ ભરેલી ગાડીઓનું મોનિટરિંગ કરવા માટે એના વિસ્તારમાં આવતા અલગ અલગ લોકોને કામ સોંપતો હતો. જેના આધારે દારૂની ડિલિવરી બાદ આંગડિયા કે હવાલાથી નાણાં મેળવવા વ્યવસ્થા ગોઠવી છે.
ઉલ્લેખનીય છે કે, વિનોદ સિંધી વર્ષો પહેલાં ફ્રૂટ્સની લારી ચલાવતો હતો. તે સમયે મુકેશ હરજાણીના સંપર્કમાં આવ્યો અને બુટલેગર બની ગયો હતો. દારૂની હેરાફેરીમાં મુકેશે વિનોદ સિંધીને મોટો કર્યો અને ફિલ્મી પટકથાની જેમ તે દારૂ ઘુસાડનારા બૂટલેગરોના લિસ્ટમાં મોસ્ટ વોન્ટેડ બન્યો હતો.
ત્યારબાદ મુકેશની હત્યામાં વિનોદ સિંધી સામે આક્ષેપો થયા હતા. જો કે, તે કોર્ટમાં નિર્દોષ છૂટ્યો હતો. વિનોદ સિંધી ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં નેટવર્ક ધરાવે છે. તેના નેટવર્કને તોડી નાખવા માટે સ્ટેટ મોનિટરીંગ સેલે ગુજસીટોકનું હથિયાર ઉગામ્યું હતું. વિનોદ સિંધી અને તેની ગેંગ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરી 7 કુખ્યાત ગુનેગારોની ધરપકડ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.