સવાર સવારમાં જ વડોદરાની નવરચના યુનિ અને 2 સ્કૂલોને બોમ્બની ધમકી
નવરચના દ્વારા વાલીઓને સંદેશ મોકલી સ્કૂલો બંધ રહેશે તેવી જાણકારી આપી

નવરચના દ્વારા વાલીઓને સંદેશ મોકલી સ્કૂલો બંધ રહેશે તેવી જાણકારી આપી

નવરચના દ્વારા વાલીઓને સંદેશ મોકલી સ્કૂલો બંધ રહેશે તેવી જાણકારી આપી
વડોદાની નવરચના યુનિ અને તેને સંલ્ગન 3 સ્કૂલોને ઇ મેઇલથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સવાર સવારમાં જ વડોદરા શહેર પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. સ્કૂલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ડોગ સ્ક્વોર્ડ સાથે પોલીસ પર પહોંચી છે. પાઈપલાઈનમાં બોમ્બ મૂક્યા હોવાનો ઈ-મેઇલમાં દાવો કરાયો છે.
વડોદરામાં નવરચના યુનિ. સાથે સંગળાયેલી 3 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શહેરના ત્રણ અલગ અલગ વિસ્તારમાં આવેલી નવરચનાની ત્રણ સ્કૂલને આ ધમકી મળી હોવાનું જાણવા મળે છે જેમાં ભાયલી વિસ્તારની એક અને સમા વિસ્તારની 2 સ્કૂલોનો સમાવેશ થાય છે. નવરચના યુનિ. તથા સમા ઇન્ટરનેશનલ સ્કૂલ અને નવરચના વિદ્યાની વિધ્યાલયનો સમાવેશ થાય છે.
નવરચના દ્વારા વાલીઓને જે સંદેશ મોકલવામાં આવ્યો છે તેમાં જણાવાયું છે કે નવરચના સ્કૂલને ઇમેઇળ દ્વારા બોમ્બની ધમકીનો મેસેજ અજાણ્યા શખ્સો તરફથી મળ્યો છે અને તેથી પોલીસ તંત્રને જાણ કરવામાં આવી છે. આ ધમકીને ધ્યાનમાં રાખીને નવરચનાની સ્કૂલો આજે બંધ રહેશે. સ્કૂલે જણાવ્યું કે ગભરાવાની જરુર નથી. સ્કૂલ સુરક્ષાને લગતા તમામ પ્રયાસો કરી રહી છે.
ઉલ્લેખનિય છે કે નવરચનાની આ સ્કૂલોમાં ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ અને અધિકારીઓના સંતાનો જ અભ્યાસ કરે છે અને તેથી આ જ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્ર સતર્ક થઇ ગયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!