બર્થડે મનાવવા ગયેલા યુવકની લૂંટ અને હત્યા
અડાલજ નજીક અમીયાપુર કેનાલ પાસે જન્મદિવસની ઉજવણી કરવા ગયેલા યુવકની લૂંટ અને હત્યા
બર્થડે મનાવવા ગયેલા યુવકની હત્યા
બર્થડે મનાવવા ગયેલા યુવકની હત્યા
ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં આવેલા અમીયાપુર નજીક કેનાલ પાસે એક ગંભીર લૂંટ અને હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં, પોતાનો જન્મદિવસ ઉજવવા ગયેલા એક યુવકની હત્યા કરવામાં આવી છે, અને તેની સાથે રહેલી યુવતી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. મળતી માહિતી મુજબ, શહેરના સરદાર નગર વિસ્તારમાં રહેતો એક યુવક તેની મિત્ર સાથે અમીયાપુર કેનાલ પાસે જન્મદિવસની ઉજવણી માટે ગયો હતો. આ દરમિયાન, કેટલાક અજાણ્યા અને લુખ્ખા તત્વોએ લૂંટના ઈરાદે તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલાખોરોએ યુવકને છરીના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી.
યુવતીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ
આ ઘટના બાદ, યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં અને નિર્વસ્ત્ર અવસ્થામાં કારમાંથી મળી આવી હતી. પોલીસને શંકા છે કે, લૂંટારાઓએ તેની સાથે પણ અજુગતું કૃત્ય કર્યું હોઈ શકે છે. યુવતીને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેનું ઓપરેશન ચાલી રહ્યું છે અને તેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
આ પણ વાંચો: અમેરિકામાં ગુજરાતી મહિલા કિરણબેન પટેલની હત્યા
સ્થાનિકોની સુરક્ષા અંગેની ચિંતા
પોલીસ આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને ગુનેગારોને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોની સુરક્ષા અંગેની ચિંતા વધી છે. આ ઘટનાએ પોલીસના પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થા પર પણ અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ કિસ્સામાં ઝડપથી ન્યાય મળે અને આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી લોકોની માંગ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?