અમેરિકામાં ગુજરાતી મહિલા કિરણબેન પટેલની હત્યા
સાઉથ કેરોલિનામાં લૂંટના ઇરાદે થયેલા હુમલામાં બોરસદના કિરણબેન પટેલની ગોળી મારી હત્યા
કિરણબેન પટેલની હત્યા
કિરણબેન પટેલની હત્યા
અમેરિકાના સાઉથ કેરોલિનામાં છેલ્લા 23 વર્ષથી અહીં સ્થાયી થયેલા બોરસદના વતની કિરણબેન પટેલની ગોળી મારીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. કિરણબેન પટેલ સાઉથ કેરોલિનામાં એક સ્ટોર ચલાવતા હતા, જ્યાં આ ઘટના બની હતી.
બુકાનીધારી યુવકે સ્ટોરમાં ઘૂસી ગોળીબારી કરી
આ ઘટના 3 દિવસ પહેલા રાત્રિના સમયે બની હતી. જ્યારે કિરણબેન સ્ટોર બંધ કરીને ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તેઓ કેશ કાઉન્ટ કરી રહ્યા હતા. તે જ સમયે, એક બુકાનીધારી યુવક લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસી આવ્યો અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો.
આ પણ વાંચો: Seventh Day School : તપાસ કમિટીની પૂછપરછ
ગુજરાતી સમાજમાં શોકની લાગણી
આ ફાયરિંગમાં કિરણબેનને 8થી વધુ ગોળીઓ વાગી હતી, જેના કારણે તેઓ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. કિરણબેન પટેલના અકાળે અવસાનથી તેમના પરિવાર અને સમગ્ર ગુજરાતી સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. તેમના 2 બાળકો છે, એક દીકરો યુકેમાં અને એક દીકરી કેનેડામાં રહે છે.
પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી
આ ઘટનાએ અમેરિકામાં ગુજરાતીઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે, પરંતુ હજુ સુધી હત્યારા વિશે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. કિરણબેન પટેલની આ દુર્ઘટના તેમના પરિવાર માટે આઘાતજનક છે. સાઉથ કેરોલિનામાં આ પ્રકારની ઘટના બનવાથી સ્થાનિક ગુજરાતી સમુદાયમાં ભયનો માહોલ ફેલાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?