રાજકોટ સાયબર ફ્રોડમાં બેન્કરોની સંડોવણીનો ખુલાસો
ઓપરેશન મ્યુલ હંટમાં મોટી કાર્યવાહી, 2500 કરોડ ટ્રાન્ઝેક્શન કેસમાં 3 શખ્સોને દબોચી લીધા

રાજકોટ ગ્રામ્ય પોલીસે રૂપિયા 2500 કરોડના સાયબર ફ્રોડમાં પકડેલા આરોપીઓ

રાજકોટ ગ્રામ્ય પોલીસે રૂપિયા 2500 કરોડના સાયબર ફ્રોડમાં પકડેલા આરોપીઓ
રાજકોટ ગ્રામ્ય પોલીસે સાયબર ફ્રોડના મોટા કેસમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ઓપરેશન મ્યુલ હંટ હેઠળ ચાલી રહેલી તપાસમાં વધુ ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં બે પર્સનલ બેન્કર અને એક બેન્ક મેનેજરનો સમાવેશ થાય છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 17 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને ફ્રોડનો વ્યાપ હવે 2500 કરોડ રૂપિયાથી વધુ પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, આરોપીઓએ બેન્કિંગ સિસ્ટમમાં પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને સાયબર ઠગો સાથે ગઠબંધન કર્યું હતું. તેઓ ખોટા દસ્તાવેજોના આધારે એકાઉન્ટ ખોલાવીને હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન સુવિધા આપતાં અને સિસ્ટમમાં આવતા એલર્ટ દૂર કરવામાં મદદરૂપ બનતાં હતા. આ બદલામાં તેઓ કમિશન રૂપે નાણાં મેળવતા હતા.
પકડાયેલા આરોપીઓમાં એક પર્સનલ બેન્કર, એક મેનેજર અને એક પૂર્વ બેન્કરનો સમાવેશ થાય છે. જે હાલમાં અન્ય ખાનગી બેન્કમાં કાર્યરત છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આરોપીઓએ અનેક લોકોના નામે ફેક એકાઉન્ટ ખોલાવ્યા અને તેમાં મોટી રકમના ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં કેટલાક ફરાર આરોપીઓ સાથે તેમનો સતત સંપર્ક હતો.
આરોપીઓ રાજકોટ અને જામનગર જિલ્લાના વતની
રાજકોટ ગ્રામ્ય પોલીસે ત્રણ આરોપીઓ ઝડપ્યા છે. તેઓ રાજકોટ અને જામનગર જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે. યસ બેન્કના પર્સનલ બેન્કર મૌલિક કમાણી, એક્સિસ બેન્કના મેનેજર કલ્પેશ ડાંગરીયા અને યસ બેન્કના પૂર્વ પર્સનલ બેન્કર અને હાલ HDFC બેન્કમાં ફરજ બજાવતા અનુરાગ બાલધાની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓ દ્વારા પોતે બેંકમાં કામ કરતા હોવાથી બેન્ક મેનેજર સાથ મળી કમિશન અને રૂપિયા કમાવવાની લાલચમાં સાયબર ફ્રોડ કરતા આરોપીઓ સાથે મળી બેન્કિંગ પ્રોસેસ તેમજ રોકડ રકમની લેવડ દેવડ સહિતના કામોમાં મદદરૂપ બની દેશવ્યાપી કૌભાંડમાં સહયોગી બનતા પોલીસે તેની ધરપકડ કરી બેન્કમાંથી તેમનો ઓરીજીનલ ડેટા મેળવી બાદમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓની કરમ કુંડળી
આરોપી મૌલિક રામજીભાઉ કમાણી, જે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પાતા મેઘપર ગામનો રહેવાસી છે જેને પોતે BBAનો અભ્યાસ કર્યા બાદ યસ બેન્કમાં પર્સનલ બેન્કર તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં અગાઉ પકડાયેલ આરોપી મનિષ કમાણી, જય નાદપરા, રૂષિત રૈયાણી તથા લાલાભાઇ ઝાલાવડીયા સાથે સતત સંપર્કમાં રહી આરોપીઓ સાથે મળી લોકોની જાણ બહાર તેમના નામની પેઢીઓના પ્રોપરાઇટર તરીકેના બેન્ક એકાઉન્ટ યસ બેંકમાં ખોલાવવામાં મદદ કરી હતી. એટલું જ નહિ હાઇ વેલ્યૂ ટ્રાનજેક્શન કરવામાં પણ મદદ કરી જ્યારે લેવડ દેવડ અંગે બેન્કિંગ સિસ્ટમમાં કોઈ પણ એલર્ટ આવે ત્યારે તાત્કાલિક બૅન્ક મેનેજર આરોપી કલ્પેશ ડાંગરિયા કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યા વગર બેન્કના ઉપરી અધિકારીઓને પોતાની ઓથોરિટીનો દૂરૂપયોગ કરી એલર્ટ હટાવવાની કામગીરી પોતાના અંગત લાભ તથા કમિશનના હેતુથી કરતો હતો. અને રોકડ રકમની લેવડ દેવડ કરવામાં પણ મદદરૂપ થતો હતો.
બીજો આરોપી કલ્પેશ ડાંગરીયા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શીતળા ગામનો વતની છે અને પોતે અગાઉ જામકંડોરણા, મોવિયા અને પડધરીમાં યસ બેંકના મેનેજર તરીકે કામ કરતો હાલ એક્સિસ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યો છે. આરોપી કલ્પેશની મુલાકાત યાજ્ઞિક ઉર્ફે લાલા ઝાલાવાડીયા સાથે થઇ હતી જેને હજુ પકડવાનો બાકી છે. ફરાર આરોપી યાજ્ઞિક ઉર્ફે લાલાએ કલ્પેશની મુલાકાત ઋષિત રૈયાણી સાથે કરાવી હતી. કલ્પેશ ડાંગરીયાએ જ અગાઉ પકડાયેલા આરોપીઓને APMCનો લેટર લઇ આવી સબમિટ કરાવશો તો રોકડ લેવડ દેવડ અને ટ્રાન્ઝેક્શનમાં કોઈ મુશ્કેલી નહિ આવે તેવી સલાહ આપી હતી. યસ બેન્કમાં દરેક બ્રાન્ચ હોમ બ્રાન્ચ ગણવામા આવતી હોવાથી આરોપી કલ્પેશ પોતાની બ્રાન્ચમાં પૈસા ન હોય ત બીજી બેંકમાં સંપર્ક કરાવી રોકડ રકમ ઉપાડવામાં પણ સાયબર માફિયાઓને મદદ કરતો હતો.
ત્રીજો આરોપી અનુરાગ બાલધા જામકંડોરણાનો રહેવાસી છે. અનુરાગ હાલ HDFC બેન્કમાં કામ કરે છે જે અગાઉ યસ બેંકમાં પર્સનલ બેન્કર તરીકે કામ કરતો હતો. અનુરાગ બાલધાએ હોન્ડલમાં બેસી નરેન્દ્ર નામના વ્યક્તિના નામથી રકાઉન્ટ ખોલ્યું હતું જે એકાઉન્ટ ઋષિત રૈયાણી નામનો આરોપી છે તેમના દ્વારા ખોલવામાં આવ્યું હતું. એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ ચેકબુક સહીત તમામ વેરિફિકેશનમાં નરેન્દ્રના બદલે ઋષિત રૈયાણીએ જ સહી કરી હતી. ઋષિત રૈયાણી નરેન્દ્ર ન હોવા છતાં તમામ ફોર્મ સાચા હોવા તરીકે ની સહી આરોપી અનુરાગ બાલધા એ કરી હતી. હાલ આ તમામ ત્રણ આરોપીની ધરપકડ કરી બેન્ક પાસેથી ઓરીજીનલ ડોક્યુમેન્ટ અને ફોર્મ પણ માંગવામાં આવી રહ્યા છે જેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. જેથી વધુ કેટલા ખોટ ડોક્યુમેન્ટ અને ખોટા એકાઉન્ટ ઓપન કરવામાં આવ્યા છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
ગોડલ અને રાજકોટ APMCના લેટરનો ઉપયોગ કરતા હતા
આરોપીઓ ગોંડલ અને રાજકોટ APMCના લેટરનો ઉપયોગ બેન્ક એકાઉન્ટમાં કર્યો હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી 85 બેન્ક એકાઉન્ટમાં 1930 એન.સી.સી.આર.પી. અરજીઓની સંખ્યા 535 જેટલી છે. જેમાં કૂલ રીપોર્ટેડ સાયબર ફ્રોડની રકમ 74 કરોડ કરતા વધુ છે. તમામ બેન્ક એકાઉન્ટમાં થયેલા ટોટલ ટ્રાન્જેકશનની રકમ 2500 કરોડ કરતા પણ વધુ હોવાનું તપાસમાં સામે આવતા સરકારમાં રિપોર્ટ કરી સીએની મદદ મેળવી તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ તપાસમાં આરોપીઓના એકાઉન્ટમાં માત્ર સાયબર ફ્રોડ જ નહિ પરંતુ ગેમિંગ તેમજ GSTમાં રૂપિયાની પણ આપલે થતી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. આરોપીઓ મોટા ભાગે યસ બેન્ક, એક્સિસ બેન્ક અને ICICI બેંકમાં જ એકાઉન્ટ ખોલાવતાં હોવાનું અને માર્કેટિંગ યાર્ડની પેઢીનો ઉપયોગ કરતા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. એગ્રીકલ્ચર પેઢીને ટેક્સમાંથી મળતી રાહતના કારણે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનની માહિતી સરકારી વિભાગ સુધી પહોંચી ન શકે અને તેઓ રોકડ રકમ તેમજ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી સાયબર ફ્રોડની રકમનો ઉપાડ કરી આગળ મોકલી શકે.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો