બેંક છેતરપિંડી કેસઃ ખાનગી કંપનીના ડિરેક્ટરોને સજા
સુરતની જલ્પા એન્ટરપ્રાઈઝના ડિરેક્ટરોએ BOBમાંથી 14.90 કરોડની લોન લઈ છેતરપિંડી કરી હતી

સીબીઆઈ કોર્ટ અમદાવાદ

સીબીઆઈ કોર્ટ અમદાવાદ
અમદાવાદની સીબીઆઈ કોર્ટે 14-11-2025 રોજ ખાનગી કંપની મેસર્સ જલ્પા એન્ટરપ્રાઇઝ પ્રા. લિ. અને 6 ખાનગી વ્યક્તિઓને બેંકના છેતરપિંડી કેસમાં દોષિત ઠેરવીને ત્રણ વર્ષની જેલની સજા અને ખાનગી કંપની તેમજ દરેક આરોપીને રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો છે.
સુરતની મેસર્સ જલ્પા એન્ટરપ્રાઇઝ પ્રા. લિ.ના ડિરેક્ટરો સંજય નાગજીભાઈ પટેલ(દાવરા), સંગીતા સંજય પટેલ, ગેરંટર સતીષ નાગજીભાઈ દાવરા, ગેરંટર નાનુભાઈ અરજણભાઈ મોરાડિયા, સુરતની મેસર્સ શ્રી રામ વીવ ટેકના ડિરેક્ટરો વિપુલ નરોત્તમભાઈ રામાનુજ, મિતુલ ડી. વઘાસિયાને ત્રણ વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યારે પ્રત્યેકને રૂપિયા 25,000 નો દંડ અને આરોપી ખાનગી કંપનીને રૂપિયા 25,000 નો દંડ ફટકાર્યો છે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ 01.04.2017 ના રોજ જલ્પા એન્ટરપ્રાઇઝ પ્રા. લિ., જલ્પા એન્ટરપ્રાઇઝ પ્રા. લિ. ના ડિરેક્ટરો સંજય પટેલ, સંગીતા સંજય પટેલ, સતીષ નાગજીભાઈ દાવરા, નાનુભાઈ અર્જનભાઈ પટેલ અને બેંક ઓફ બરોડાના અજાણ્યા કર્મચારીઓ સામે કેસ નોંધ્યો હતો.
સંજય નાગજીભાઈ પટેલ અને ડિરેક્ટર્સ સંગીતાબેન સંજયભાઈ પટેલે 60 એર જેટ વીવિંગ મશીનો અને બેંક ઓફ બરોડાની સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ લોન લીધી હતી. કેશ ક્રેડિટ સુવિધાઓ માટે 2 કરોડ અને ટર્મ લોન 12.90 કરોડ માટે અરજી કરી હતી. પ્લાન્ટ/મશીનરી/સ્ટોક્સ અને બુક ડેટ્સ અને ડિરેક્ટર્સ અને ગેરંટર્સની વ્યક્તિગત ગેરંટી સામે કુલ રૂપિયા 14.90 કરોડની લોન લેવામાં આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ ગુનાહિત કાવતરું ઘડીને સુરતના સચિન SSI સ્થિત બેંક ઓફ બરોડાની શાખા સાથે છેતરપિંડી કરી હતી. બેંકના ભંડોળનો ગેરઉપયોગ કરીને બેંક ઓફ બરોડાને રૂ. 8,48,20,000 નું નુકસાન પહોંચાડ્યું હતું અને પોતે ફાયદો મેળવ્યો હતો.
ટ્રાયલ પછી, કોર્ટે ઉપરોક્ત આરોપીઓને દોષિત ઠેરવીને સજા ફટકારી છે. આરોપી શૈલેષ ભીખાભાઈ સતાસિયા, મેસર્સ શ્રી કાલી યમ, સુરતના ડિરેક્ટર ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામ્યા હોવાથી તેમની સામેના આરોપો રદ કરવામાં આવ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!