અમદાવાદમાં વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને બેંકની સતર્કતાથી વૃદ્ધ મહિલાના 27 લાખ બચાવી લેવામાં આવ્યા

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
અમદાવાદ શહેરમાં ડિજિટલ એરેસ્ટના નામે થઈ રહેલી સાયબર ઠગાઈનો વધુ એક ગંભીર પ્રયાસ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે નિષ્ફળ બનાવ્યો છે. સાબરમતી વિસ્તારમાં રહેતી એક વૃદ્ધ મહિલાને અજાણ્યા લોકો દ્વારા ધમકાવી રૂ. 27 લાખ જમા કરાવવા દબાણ કરવામાં આવતું હતું. પરંતુ બેંક સ્ટાફની સતર્કતા અને પોલીસની ઝડપી કાર્યવાહીથી મહિલા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી.
બેંક ઓફ બરોડાની સાબરમતી શાખામાં મહિલાએ પોતાની તમામ ફિક્સ્ડ ડિપોઝિટ ઉપાડી અજાણ્યા ખાતામાં ટ્રાન્સફર કરવાની ઉતાવળ બતાવતાં બેંક કર્મચારીઓને શંકા ગઈ હતી. બેંક અધિકારીઓએ તરત જ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચને જાણ કરતાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસના માર્ગદર્શન હેઠળ ટીમ બેંક ખાતે પહોંચી હતી.
પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે, મહિલા પર દિલ્હી ATS, NIA અને CBIના અધિકારી બનીને કોલ કરનારોએ દબાણ બનાવ્યું હતું. ખોટી માહિતી આપી મહિલાને મની લોન્ડરિંગ અને દેશવિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલી હોવાનું જણાવી ડિજિટલ એરેસ્ટમાં હોવાની ભીતિ ઉભી કરવામાં આવી હતી. આ દરમિયાન NIC સર્ટિફિકેટના બહાને રૂ. 27 લાખ જમા કરાવવા જણાવાયું હતું.
સાયબર ક્રાઈમ ટીમે મહિલાને સમજાવી કે ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ કાનૂની પ્રક્રિયા અસ્તિત્વમાં નથી અને કોઈપણ તપાસ એજન્સી ફોન કે વોટ્સએપ દ્વારા નાણા માગતી નથી. પોલીસે મહિલાનો મોબાઈલ તપાસતા નકલી અધિકારીઓના વોટ્સએપ કોલ અને મેસેજ મળી આવ્યા હતા.
ઇન્ચાર્જ ડીસીપી દ્વારા નકલી NIA ચીફ બની બેઠેલા ઠગ સાથે સીધી વાત કરતાં તે વ્યક્તિ કોલ કટ કરી ફરાર થઈ ગયો. અંતે મહિલા સાયબર ફ્રોડના જાળમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી અને રૂ. 27 લાખની મોટી ઠગાઈ ટળી.
આ સમગ્ર ઓપરેશન અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને બેંક સ્ટાફની સંકલિત સતર્કતાનું ઉત્તમ ઉદાહરણ છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે આવા ધમકીભર્યા કોલ આવે તો તરત 1930 પર અથવા નજીકના સાયબર પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!