ગુજસીટોકના આરોપી અશોક બિશ્નોઈનો પોલીસ પર હુમલો
આસામથી લાવતી વખતે દાહોદ નજીક હુમલો, PSIએ સ્વબચાવમાં ગોળી ચલાવી આરોપીને કાબૂમાં લીધો

આરોપી અશોક બિશ્નોઈની ફાઈલ તસવીર

આરોપી અશોક બિશ્નોઈની ફાઈલ તસવીર
રાજસ્થાનની બિશ્નોઈ ગેંગના ત્રણ શખ્સોને આસામમાંથી પકડીને ગુજરાત લાવવામાં આવી રહ્યા હતા તે દરમિયાન અશોક પૂનમારામ બિશ્નોઈએ પોલીસ ઉપર હુમલો કરતાં પોલીસને સ્વબચાવમાં ફાયરિંગ કરવાની ફરજ પડી છે. દાહોદ નજીક SMCના ડ્રાઈવર ઉપર આરોપીએ હુમલો કરતાં પીએસઆઈ કે.ડી.રવિયાએ ફાયરિંગ કર્યુ હતું. હાલમાં આરોપી સારવાર હેઠળ છે. SMCએ પકડેલા અશોક બિશ્નોઈ સામે દારૂની હેરાફેરીના 27 ગુના નોંધાયેલા છે અને તે એક વર્ષથી ફરાર હતો.
SMCના ડીઆઈજી નિર્લિપ્ત રાયે માહિતી આપતાં જણાવ્યું કે, SMCને મળેલી બાતમીના આધારે પીએસઆઈ કે.ડી. રવિયા અને વી.એન. જાડેજાની ટીમ બિશ્નોઈ ગેંગના સભ્ય અશોક પૂનમારામ પંવાર(બિશ્નોઈ)ને પકડવા માટે આસામના દિસપુર ગઈ હતી. જ્યાં 29 ડિસેમ્બરની વહેલી સવારે પેલેસીયા હોટલમાં નકલી ઓળખ આપીને છુપાયેલા અશોક બિશ્નોઈ તેમજ તેની સાથે બે શખ્સોને SMCએ ઝડપી લીધા હતા.
તેમણે વધુમાં જણાવ્યુ કે, રાજસ્થાનના જાલોર જિલ્લાના ચિતલવાના તાલુકાના સંગડવા ગામનો અશોક બિશ્નોઈ અને તેની સાથેના બંને શખ્સો સામે કાનૂની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ખાનગી વાહનો મારફતે ગુજરાત લાવવામાં આવી રહ્યા હતા. 30 ડિસેમ્બરની વહેલી સવારે ગોરખપુર–પૂર્વાંચલ લિંક રોડના ટોલ પ્લાઝા નજીક બંને ટીમો ભેગી થઈ આગળ વધી હતી.
સાંજે 7.45 વાગ્યે દાહોદ જિલ્લાના સેવિયા ગામ નજીક લીમડી–લીમખેડા રોડ પરથી પસાર થતી વખતે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતા. ડ્રાઈવર પર હુમલો કરી આરોપીએ પીએસઆઈ કે.ડી. રવિયાનું સીટ બેલ્ટ પકડી ગળા પર બાંધી ગળે ફાંસો આપવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે ઉમેર્યુ કે, પોલીસ દ્વારા વારંવાર રોકવાનો પ્રયાસ કરવા છતાં આરોપીએ સીટ બેલ્ટથી ગળુ દબાવવાનું ચાલુ રાખ્યુ હતું. તેથી અધિકારીના જીવને ખતરો જણાતાં પીએસઆઈ આર.જી. ખાંટે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી આરોપીના પગમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. તેથી આરોપીના જમણા પગમાં ગોળી વાગી હતી.
બાદમાં ઇજાગ્રસ્ત આરોપીને કાબૂમાં લઈ પીએસઆઈને છોડાવવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત આરોપીને દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. આરોપી હાલમાં પોલીસ કસ્ટડી હેઠળ સારવાર લઈ રહ્યો છે. જ્યારે આરોપી સામે પોલીસ ઉપર હુમલાનો નવો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
બિશ્નોઈ ગેંગના કારણે SMCએ બે પીએસઆઈ ગુમાવ્યા
SMCના ડીઆઈજી નિર્લિપ્ત રાયે જણાવ્યું કે, અશોક બિશ્નોઈ ગુજરાતમાં ગુજસીટોક સહિતના 27 જેટલાં ગુનાઓમાં મુખ્ય આરોપી અશોક બિશ્નોઈ એક વર્ષથી ફરાર હતો. તેની ધરપકડ માટે ₹25,000નું ઇનામ પણ જાહેર કરાયું હતું. આરોપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નિર્લિપ્ત રાયે ઉમેર્યુ કે, બિશ્નોઈ ગેંગને અમે કોઈપણ કાળે નહીં છોડીએ. બિશ્નોઈ ગેંગ સાથેની લડાઈમાં અમારા બે સાથી પીએસઆઈ ગુમાવ્યા છે. બિશ્નોઈ ગેંગની દારૂની હેરાફેરી દરમિયાન SMCના PSI જાવેદ પઠાણ અને PSI સચિન શર્માને ગુમાવ્યા છે. જાવેદ પઠાણના મોતના કેસની તપાસ હાલમાં ચાલી રહી છે. જ્યારે જાવેદ પઠાણનું લિમડી ખાતે અકસ્માતમાં મોત થયું હતું. જે તે સમયે ઝપાઝપી દરમિયાન હાર્ટ એટેકના કારણે સચિન શર્માનું મોત થયું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!