TTEએ ચાલુ ટ્રેનમાંથી મહિલાને માર્યો ધક્કો
ટિકિટને લઈને થયેલા ઝઘડા બાદ ગુસ્સે ભરાયેલા TTEએ તેમને ચાલુ ટ્રેનમાંથી ધક્કો માર્યો

નેવી અધિકારીની પત્નીને માર્યો

નેવી અધિકારીની પત્નીને માર્યો
ઉત્તર પ્રદેશના ઈટાવામાં નેવી અધિકારીની પત્નીના શંકાસ્પદ મૃત્યુના મામલામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. શરૂઆતમાં જેને સામાન્ય અકસ્માત માનવામાં આવતો હતો, તે હવે હત્યાનો કેસ બન્યો છે. અહીંના GRP પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા TTE વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે, ટિકિટને લઈને થયેલી ઉગ્ર દલીલબાજી બાદ ગુસ્સે ભરાયેલા TTEએ મહિલાને ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારી દીધો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું.
પટના-આનંદ વિહાર સ્પેશિયલ ટ્રેનમાં ચડ્યા
આ મામલો એવો છે કે, બુધવારે સામહો-ભરથના રેલખંડ પર એક મહિલાનો મૃતદેહ રેલવે ટ્રેકની બાજુમાં મળી આવ્યો હતો. પ્રારંભિક તપાસમાં તે એક સામાન્ય દુર્ઘટના લાગી હતી. જોકે, બાદમાં તપાસ શરૂ થતાં ચોંકાવનારી હકીકત બહાર આવી. મૃતક મહિલાની ઓળખ કાનપુર દેહાતની રહેવાસી 32 વર્ષીય આરતી યાદવ તરીકે થઈ હતી. તેમના પતિ અજય યાદવ નેવીમાં મુંબઈમાં તૈનાત છે અને હાલમાં વિશેષ તાલીમ માટે ચેન્નાઈમાં છે. પતિના કહેવા પર આરતી યાદવ સારવાર માટે એકલા દિલ્હી જઈ રહ્યાં હતાં. ઉતાવળમાં તેમનું રિઝર્વેશન બીજી ટ્રેનમાં હોવા છતાં, તે પટના-આનંદ વિહાર સ્પેશિયલ ટ્રેનમાં ચડી ગયાં હતાં.
TTE અને મહિલા વચ્ચે જોરદાર દલીલ
આરતી યાદવ પટના-આનંદ વિહાર સુપરફાસ્ટ ટ્રેન દ્વારા દિલ્હી જઈ રહ્યાં હતાં. ત્યારે TTE સંતોષ ટિકિટ ચેક કરવા પહોંચ્યો. આ દરમિયાન TTE સંતોષ અને મહિલા વચ્ચે જોરદાર દલીલ થઈ. ટ્રેનમાં હાજર અન્ય લોકોએ આ અંગે રેલ્વેને ફરિયાદ પણ કરી હતી. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, ટિકિટ વિવાદ એટલો વધી ગયો કે ગુસ્સે ભરાયેલા TTE સંતોષે આરતીને ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારી દીધો.
પ્રારંભિક તમાસમાં 'પડી જવાથી મૃત્યુ'
પરિવારજનો ગુરુવારે સવારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે, આરતીનું પર્સ મૃતદેહ મળવાની જગ્યાથી લગભગ 4 કિલોમીટર દૂર મળ્યું હતું. જ્યારે મોબાઈલનું લોકેશન ત્રીજી જગ્યાએ દેખાતું હતું. પરિવારે સવાલ ઉઠાવ્યો કે, જો આ એક સામાન્ય અકસ્માત હોત, તો સામાન આ રીતે 3 અલગ-અલગ જગ્યાએ કેવી રીતે વેરવિખેર થઈ શક્યો હોત? આ પરિસ્થિતિ સ્પષ્ટપણે કોઈ બાહ્ય હસ્તક્ષેપ, સંઘર્ષ અથવા ધક્કો માર્યા હોવા તરફ ઈશારો કરે છે. આ મામલે CO જીઆરપી ઉદય પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, પ્રારંભિક મેમોમાં તેને 'પડી જવાથી મૃત્યુ' તરીકે દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ પરિવારના આક્ષેપોને ધ્યાનમાં રાખીને TTE સંતોષ વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!