સગા પિતાએ પુત્રીને ઘરમાં જ પીંખી નાંખી
એક મહિનાથી ઈજ્જત લૂંટતો હતો, આરોપીની ધરપકડ માટે કવાયત

પોલીસ ફરિયાદ નોંધાઈ

પોલીસ ફરિયાદ નોંધાઈ
તાજેતરમાં બગસરા પંથકમાં એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સગા પિતાએ ધોરણ 11ની ભણતી પોતાની સગીરવયની પુત્રી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યો હતો. એટલું જ નહીં, મારામારી સાથે અડપલાં કર્યા હોવાનો આક્ષેપ થયો છે. સગા બાપે જ દીકરીની ઈજ્જત લૂંટતો હોવાની ઘટનાથી ખાનગી કંપનીના ચોકીદાર સામે ફિટકાર વરસી રહી છે.
ફરિયાદી પુત્રીના જણાવ્યા અનુસાર, આરોપી પિતા છેલ્લા એક મહિનાથી આ કૃત્ય આચરી રહ્યા હતા. ધોરણ 11માં અભ્યાસ કરતી પુત્રીને રહેણાંક મકાનના અલગ અલગ રૂમમાં લઈ જઈ પિતાએ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા. આ ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાં રોષની લાગણી ફેલાઈ છે.
આરોપી પિતા, જે ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો, તેના વિરુદ્ધ સગીર પુત્રી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કિસ્સાએ સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે.
અમરેલી જિલ્લામાં દુષ્કર્મ અને અડપલાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. હવસખોરોની હદ પાર કરતી ઘટનાઓમાં હવે બાળકીથી લઈને સગીરવયની બાળકી સુધીના શિકાર બનવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ પ્રકારના કિસ્સાઓ અમરેલી જિલ્લામાં લાલબત્તી સમાન છે, જે સમાજ માટે ચિંતાજનક છે. આ ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લેવાની જરૂર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!