અમરેલી: ગૌચર જમીન વિવાદમાં વૃદ્ધની કરૂણ હત્યા
બાબરાના કોટડા પીઠા ગામે બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ:ગંભીર ઈજાગ્રસ્ત વૃદ્ધનું રાજકોટમાં મોત

અમરેલી બાબરા હત્યા સમાચાર

અમરેલી બાબરા હત્યા સમાચાર
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન પર ખેતી કરવા જેવી સામાન્ય બાબતે થયેલો વિવાદ હવે હત્યામાં પરિણમ્યો છે. બે દિવસ અગાઉ થયેલી હિંસક મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલા એક વૃદ્ધે રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
શું હતી સમગ્ર લોહિયાળ ઘટના ?
મળતી વિગતો અનુસાર, કોટડા પીઠા ગામમાં આવેલી ગૌચરની જમીન પર ખેતી કરવાના મુદ્દે બે પક્ષો વચ્ચે લાંબા સમયથી મનદુઃખ ચાલી રહ્યું હતું. રવિવારે આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને પક્ષો લાકડીઓ અને અન્ય હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. આ હિંસક અથડામણ દરમિયાન બાબભાઈ ખાચર નામના વૃદ્ધ પર વિરોધી પક્ષ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલાખોરોએ બાબભાઈને માથાના ભાગે લાકડીઓના ફટકા મારતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જોકે, બે દિવસ સુધી જીવન અને મરણ વચ્ચેની લડાઈ લડ્યા બાદ આખરે તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.
પરિવારમાં આક્રંદ અને ગામમાં તણાવ :
વૃદ્ધના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગૌચરની જમીન પર ગેરકાયદે ખેતી કે દબાણ કરવાના વિવાદે એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો હોવાથી ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંતિમ વિધિ સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે.
પોલીસની કાર્યવાહી અને તપાસનો ધમધમાટ :
વૃદ્ધના મોત બાદ બાબરા પોલીસે અગાઉ નોંધાયેલા મારામારીના ગુનામાં હવે હત્યાની કલમોનો ઉમેરો કર્યો છે. પોલીસે આ મામલે રમેશ ગોરધન સોલંકી નામના શખસ વિરુદ્ધ મુખ્ય આરોપી તરીકે ગુનો દાખલ કર્યો છે. પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં એ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે આ વિવાદમાં અન્ય કેટલા લોકો સામેલ હતા અને હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!