રાજ્યના ચકચારી નલિયા દુષ્કર્મ કેસના તમામ 8 આરોપી નિર્દોષ જાહેર
2017માં બનેલી આ ઘટનામાં આરોપીઓ ભાજપ સાથે સંકળાયેલા હતા

2017માં બનેલી આ ઘટનામાં આરોપીઓ ભાજપ સાથે સંકળાયેલા હતા

2017માં બનેલી આ ઘટનામાં આરોપીઓ ભાજપ સાથે સંકળાયેલા હતા
નલિયા સામૂહિક દુષ્કર્મકાંડના મહત્વના સમાચાર મળ્યા છે. રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવનારા સામુહિક દુષ્કર્મકાંડ તમામ 8 આરોપી નિર્દોષ જાહેર કરાયા છે.
નાલિયા સામુહિક દુષ્કર્મકાંડે રાજ્યભરમાં ખળભળાટ મચાવ્યો હતો કારણ કે તેમાં ભાજપના નેતાઓ સંકળાયેલા હતા. 2017માં બનેલી આ ચકચારી બનાવમાં ભુજ સેસન્સ કોર્ટે આજે ચૂકાદો આપ્યો છે . ઉલ્લેખનિય છે કે ગુજરાત સરકારે આ કેસનો ભારે ઉહાપોહ થયા બાદ સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી હતી અને ટ્રાયલ માટે સરકારે ખાસ સરકારી વકીલની પણ નિમણૂક કરી હતી. મહત્વની વાત એ છે કે આ કેસની મહત્વની સાક્ષી એવી ફરિયાદી યુવતી જ પાછળથી હોસ્ટાઇલ જાહેર થઇ હતી.
નલિયા દુષ્કર્મ કેસ રાજ્ય પર કલંક સમાન છે. કચ્છના નલિયામાં 2017માં એક મહિલાએ નલિયા પોલીસને ફરિયાદ કરી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે લગ્ન કરીને મુંબઇ સાસરે જઇ હતી પણ સાસરીયા સાથે અણબનાવ થતાં તે પરત પોતાની માતા સાથે આવી ગઇ હતી.
તેણે પોલીસને કહ્યું કે માતા પાસે જ્યારે તે રહેતી હતી ત્યારે તે નોકરીની શોધમાં હતી. દરમિયાન તેને નાણાં આપવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચરાયું હતું. તેને કેફી પીણું પીવડાવ્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરાયું હતું અને વીડિયોગ્રાફી કરીને શોષણ પણ કરાતું હતું.આ મહિલા ગેસ એજન્સીમાં નોકરી કરતી હતી.
આ કેસના આરોપીઓમાં ભાજપ સાથે સંકળાયેલા કેટલાક નેતાઓ પણ હતા. પોલીસે હંમેશની જેમ આ કેસની તપાસમાં ઢીલી નીતિ રાખી હતી પણ આ કેસ પાછળથી ભારે ચર્ચા ઉભી કરી હતી. પક્ષે આ ચાર નેતાઓને સસ્પેન્ડ પણ કરી દીધા હતા. આ કેસમાં પોલીસે 33 પાનાના તહોમતનામા સાથે 474 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં 42 પંચનામા, 140 સાક્ષી અને 13 પુરાવા રજૂ કરાયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!