અમદાવાદ : સિગારેટ માંગવાની બાબતમાં યુવકની હત્યા
ફતેવાડીમાં સિગારેટની બાબતે ઝઘડો, યુવકની હત્યા કરી

સરખેજ હત્યા

સરખેજ હત્યા
નજીવી બાબતે ઝઘડો અને હત્યા: સરખેજમાં ચકચારી ઘટના
અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ફતેવાડીમાં, રોનક પાનપાર્લર ચાર રસ્તાની સામે રવિવારે (7મી ડિસેમ્બર) રાત્રે એક ચકચારી હત્યાની ઘટના બની હતી. મૃતક યુવક જાવેદ અને આરોપી શાહરૂખ ઉર્ફે લીકેજ વચ્ચે સિગારેટ માંગવા જેવી નજીવી બાબતે માથાકૂટ થઈ હતી. આ ઝઘડો ઉગ્ર બનતા, શાહરૂખે આવેશમાં આવીને જાવેદને સાથળના ભાગે ચપ્પુનો ઘા મારી દીધો હતો. ઊંડા ઘાને કારણે વધુ પડતું લોહી વહી જતાં જાવેદનું તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
હત્યારો ડ્રગ્સ માફિયા: અનેક ગુનાઓમાં સંડોવાયેલો
મૃતકના સાળા વસીમે આરોપી શાહરૂખ ઉર્ફે લીકેજ પર ગંભીર આક્ષેપો મૂક્યા છે. તેમના જણાવ્યાનુસાર, શાહરૂખ એમડી (MD) ડ્રગ્સનો ધંધો કરે છે. તે દારૂના નશામાં હતો અને સિગારેટ માંગવાના બહાને લોકોને હેરાન કરતો હતો. શાહરૂખ પર અગાઉ પોલીસકર્મીઓ પર હુમલો કરવા, લોકોને એસિડ મારવા સહિતના ઘણા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
પીડિત પરિવારની સરકાર અને પોલીસ સમક્ષ માગ :
પીડિત પરિવારે સરકાર અને પોલીસ સમક્ષ સખત માંગણી કરી છે કે ડ્રગ્સ માફિયા અને આવા ગંભીર ગુના કરનાર આરોપીઓને કડકમાં કડક સજા મળવી જોઈએ. તેમની માગ છે કે આવા ગુનેગારોના ગેરકાયદે બાંધકામો તોડી પાડવા જોઈએ અને તેમને એવી સજા થવી જોઈએ કે તેઓ ફરીથી જેલમાંથી બહાર ન આવી શકે. પરિવારનું કહેવું છે કે જે ગુનેગાર એક-બે ગુના કરીને પણ સુધરતો નથી, તે દેશ અને સમાજ માટે જોખમરૂપ છે, તેથી તેને ત્રીજો ગુનો કરવાનો મોકો ન મળવો જોઈએ.
હાલમાં, સરખેજ પોલીસે હત્યાના આરોપી શાહરૂખ ઉર્ફે 'લીકેજ'ને પકડી પાડવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને આ મામલે મર્ડરનો ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!