અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ
રાહદારીઓ પર તલવાર-દંડા વડે હુમલા કર્યા

અસામાજિક તત્વો

અસામાજિક તત્વો
UPDATE NEWS10.00...
------------------------------------
વસ્ત્રાલ આરટીઓ રોડ પર જૂની અદાવતમાં અસમાજિક તત્વોનો આંતક મચાવ્યો હતો.આ ઘટનામાં મોટા ભાગના આતંકીઓ ને ગણતરીના કલાકોમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.તેમજ ધટનાનુ રિક્રીએશન બપોરે 1.00 કલાકે ધટના સ્થળે છે
--------------------------------------------------------------------
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પણ અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. અહીં મોડી રાતે શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે તોફાની તત્વોએ આતંક મચાવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે તોફાનીઓના ટોળાએ એક કારને ઊભી રાખી તેમાંથી બહાર નીકળેલા રાહદારી પર તલવાર અને અન્ય તીક્ષ્ણ હથિયારો વડે બેફામ હુમલો કરી દીધો હતો.
કેટલાક લોકોનો દાવો છે કે બે જૂથ વચ્ચે કોઈ મામલે અદાવતને કારણે આ ઘટના બની હતી. જેમાં વીડિયોમાં જોઈ શકાય છે કે તોફાની તત્વોએ રાહદારીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. વિસ્તારમાં ઘર-મકાન-દુકાનોની આજુબાજુ ઊભેલા વાહનોમાં પણ તોડફોડ મચાવી હતી. સ્થાનિકો કહે છે કે લગભગ 15 થી 20 તોફાનીઓના ટોળાએ આતંક મચાવ્યો હતો અને વાહનો અને રાહદારીઓ પર બેફામ હુમલા કર્યા હતા અને અપશબ્દો કહ્યા હતા.
ઘટનાના દૃશ્યો જોતા જ સ્થાનિકોમાં આ લોકોની વચ્ચે પડવાની હિંમત થઇ શકે તેમ નહોતી. પોલીસ માટે હવે આ ઘટના એક પડકારજનક સાબિત થઇ શકે તેમ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક વાહનોમાં જતા લોકો સાથે આ તોફાની તત્વોએ બળજબરીપૂર્વક મારામારી કરી હતી. વીડિયોમાં લોકો એમ પણ કહેતા સંભળાય છે કે આ લોકો નશો કરીને આતંક મચાવી રહ્યા હતા.
પોલીસ આવી ઘટના બાદ બીફોર આફ્ટરના વીડિયો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરે છે પરંતુ આવા આવારા તત્વોને પહેલાથી જ કન્ટ્રોલમાં રાખતા હોય તો આવી ઘટના ન બને. જોકે આ ઘટના પહેલા જ ડીજીપીએ તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમને હોળી-ધૂળેટી અને જુમ્માની નમાઝ એકસાથે હોવાને કારણે કોઈ અણગમતી ઘટના ન બને તેની તકેદારી લેવા કહ્યું હતું તેમ છતાં પોલીસના નાક નીચે જ આવી ઘટના બની છે જે ચિંતાજનક છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!