પત્નીના સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! મિકેનિકે જે કહ્યું બાદ સરખેજ પોલીસ સુધી પહોંચ્યો મામલો
સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

સરખેજમાં પત્નીના સ્કૂટરમાં GPS ટ્રેકર મળતાં પતિ સામે ફરિયાદ (AI જનરેટેડ)

સરખેજમાં પત્નીના સ્કૂટરમાં GPS ટ્રેકર મળતાં પતિ સામે ફરિયાદ (AI જનરેટેડ)
Sarkhej GPS Tracker Installed In Wife Scooter: અમદાવાદના સરખેજ વિસ્તારમાં પત્નીની જાસૂસી કરવા માટે તેના સ્કૂટરમાં GPS ટ્રેકર લગાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. છેલ્લા કેટલાક વર્ષોથી પતિથી અલગ રહેતી મહિલાને સ્કૂટર રિપેર કરાવતી વખતે વાહનની અંદરથી GPS ટ્રેકિંગ ડિવાઇસ મળી આવ્યું હતું. આ મામલે મહિલાએ પોતાના પતિ અહેસાન અલી ભોવણીયા સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, મહિલાને શંકા છે કે તેની હિલચાલ અને લોકેશન પર નજર રાખવા માટે સ્કૂટરમાં GPS ડિવાઇસ લગાવવામાં આવ્યું હતું. સરખેજ પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને GPS ટ્રેકર કોણે લગાવ્યું હતું તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે.
2007માં લગ્ન, 2023થી અલગ રહે છે દંપતી
ફરિયાદ મુજબ, સરખેજના મકરબા રોડ પર આવેલા બાગે મુસ્તફા એપાર્ટમેન્ટમાં રહેતી શેરબાનું ભોવણીયાના લગ્ન વર્ષ 2007માં અહેસાન અલી ભોવણીયા સાથે થયા હતા. દંપતીને ત્રણ સંતાનો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. મહિલાના જણાવ્યા મુજબ, વર્ષ 2023માં પતિ-પત્ની વચ્ચે અણબનાવ થયા બાદ બંને અલગ રહેવા લાગ્યા હતા. બંને વચ્ચે ફેમિલી કોર્ટ અને ગ્રામ્ય કોર્ટમાં અલગ-અલગ કેસ ચાલી રહ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
રાત્રે પતિ સામાન લઈ ગયો હોવાનો આરોપ
ફરિયાદમાં મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે થોડા મહિના પહેલાં રાત્રિના સમયે તેનો પતિ એક મિત્ર સાથે તેના ઘરે આવ્યો હતો અને ત્યાંથી કેટલાક સામાન લઈ ગયો હતો. જોકે, તે સમયે મહિલાએ આ મામલે પોલીસ ફરિયાદ કરી નહોતી. મહિલા પોતાના ઉપયોગ માટે સ્કૂટર રાખે છે અને તેની દીકરી પણ આ સ્કૂટરનો ઉપયોગ કરતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
સ્કૂટર રિપેર કરાવતાં GPS ટ્રેકર મળ્યું
મામલો ત્યારે સામે આવ્યો જ્યારે થોડા દિવસ પહેલાં મહિલાએ પોતાનું સ્કૂટર રિપેરિંગ માટે મિકેનિક પાસે આપ્યું હતું. સ્કૂટરની તપાસ દરમિયાન મિકેનિકને વાહનની અંદરથી GPS ડિવાઇસ મળી આવ્યું હતું. મિકેનિકે મહિલાને સ્કૂટરમાં GPS ટ્રેકિંગ ડિવાઇસ હોવાની જાણ કરી હતી. ત્યારબાદ મહિલાને શંકા ગઈ હતી કે તેની હિલચાલ પર નજર રાખવા માટે આ GPS ટ્રેકર લગાવવામાં આવ્યું હોઈ શકે છે.
સરખેજ પોલીસમાં પતિ સામે ફરિયાદ
GPS ડિવાઇસ મળી આવ્યા બાદ મહિલાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પતિ પર જાસૂસી કરવા માટે સ્કૂટરમાં GPS ટ્રેકર લગાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસ હવે GPS ડિવાઇસની તપાસ, તે કેવી રીતે સ્કૂટરમાં લગાવવામાં આવ્યું અને તેને કોણે લગાવ્યું હતું તે સહિતના મુદ્દાઓની તપાસ કરી રહી છે. આ ઉપરાંત GPS ટ્રેકરનો હેતુ શું હતો અને સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!

₹2,799ની EMI ભરાઈ ગઈ… છતાં યુવક કેમ ન છૂટ્યો? લખનઉમાં મોબાઇલની EMIના વિવાદે એવો વળાંક લીધો કે પરિવારના આરોપો સાંભળી પોલીસ પણ તપાસમાં લાગી ગઈ.