અમદાવાદ ગ્રામ્ય SOGનું મેગા ઓપરેશન
દાદરા નગર હવેલીમાં ચાઈનીઝ દોરીની ફેક્ટરી પર દરોડા, 2.34 કરોડનો જથ્થો જપ્ત

SOGનું મેગા ઓપરેશન

SOGનું મેગા ઓપરેશન
ઉત્તરાયણ પર્વ પહેલા ગુજરાતમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી (માંજા)ના વેચાણ અને ઉત્પાદનને રોકવા માટે અમદાવાદ ગ્રામ્ય SOGએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. SOGની ટીમે દાદરા નગર હવેલીમાં આવેલી વંદના પ્રાઈવેટ લિમિટેડ નામની ફેક્ટરી પર દરોડા પાડીને કરોડો રૂપિયાની કિંમતની પ્રતિબંધિત ચાઈનીઝ દોરી જપ્ત કરી છે. આ ઓપરેશનમાં કુલ 2.34 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં દોરીના રીલ્સ, મશીનરી અને કાચા માલનો સમાવેશ થાય છે.
કેવી રીતે પહોંચી SOG ફેક્ટરી સુધી?દર વર્ષે ઉત્તરાયણ પહેલા ગુજરાતમાં ચાઈનીઝ દોરીને કારણે અનેક અકસ્માતો થાય છે, જેમાં વાહનચાલકોના ગળા કપાઈ જવાના કિસ્સા સામાન્ય છે. આને રોકવા માટે અમદાવાદ ગ્રામ્ય SOGએ વેચાણકર્તાઓ, સપ્લાયર્સ અને ઉત્પાદકો પર ફોકસ કરીને તપાસ શરૂ કરી હતી. સાણંદમાં ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયા બાદ તપાસ આગળ વધી અને દાદરા નગર હવેલીમાં આવેલી ફેક્ટરી સુધી પહોંચી. આ ફેક્ટરીમાં ગુજરાતમાં પ્રતિબંધિત સિન્થેટિક દોરીનું બેધડક ઉત્પાદન થતું હતું.
SOGએ સ્થાનિક પોલીસની મદદથી ફેક્ટરીને સીલ કરી અને 43,192 ચાઇનીઝ દોરીની
રીલ નંગ જપ્ત કર્યા, જેની કિંમત આશરે 1.5 કરોડ રૂપિયા છે. વધુમાં, દોરી બનાવવાની મશીનરી અને કાચા માલની કિંમત 50 લાખ રૂપિયા છે, જે કુલ મુદ્દામાલને 2 કરોડથી વધુ બનાવે છે. ફેક્ટરીના માલિક વિરેનકુમાર બાબુભાઈ પટેલ (મૂળ વાપીના રહેવાસી) વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને તેમને ઝડપી પાડવા તપાસ ચાલુ છે.
આ ઓપરેશનના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા:
આ તમામ જગ્યાઓ પરથી કુલ 52,000થી વધુ ફીરકી જપ્ત કરાઈ છે, જેની કુલ કિંમત ₹1.82 કરોડ છે. વધુમાં, વાહનો, મોબાઈલ અને અન્ય મુદ્દામાલની કિંમત ₹52.5 લાખ છે. દાદરા નગર હવેલી, સાણંદ, બાવળા, કોઠ અને આણંદ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુના નોંધાયા છે.
પ્રતિબંધિત દોરીનું જોખમ અને પોલીસની તપાસચાઈનીઝ દોરી સિન્થેટિક મટિરિયલથી બનેલી હોય છે અને તે બાયો-ડિગ્રેડેબલ નથી, જેને કારણે તે પર પ્રતિબંધ છે. તે વાહનચાલકો, પક્ષીઓ અને અન્યને ઈજા પહોંચાડે છે. SOGના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એન. રામાણીના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન કરવામાં આવ્યું છે. અમદાવાદ રેન્જના IG વિધિ ચૌધરી અને SP ઓમ પ્રકાશ જાટે આને સફળતા ગણાવી છે.
આ કાર્યવાહીથી ચાઈનીઝ દોરીના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો છે અને ઉત્તરાયણને સુરક્ષિત બનાવવા તરફ મોટું પગલું છે. વધુ તપાસ ચાલુ છે અને અન્ય આરોપીઓને ઝડપી પાડવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!