અમદાવાદ: ઓનલાઇન પૈસા આવ્યા નથી ભાઈ !
કૃષ્ણનગરમાં 420 ₹ માટે અદાવત રાખી દુકાનમાં ઘૂસીને મચાવ્યો આતંક

સમગ્ર ઘટનાના CCTV

સમગ્ર ઘટનાના CCTV
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં અસમાજિક તત્વોનો આતંક મચાવતો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જીડી ચારરસ્તા પાસે આવેલા જગદીશ ફ્રાય સેન્ટર પર રાત્રે ત્રણ આરોપીઓએ ધારીઓ અને લાકડીઓ વડે હુમલો કર્યો, જેમાં દુકાનના માલિકને ગંભીર ઇજા થઈ અને ગ્રાહકોમાં ભયનો માહોલ ફેલાયો. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે અને ત્રણમાંથી એક આરોપીને પકડી લીધો છે, જે વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ નોંધાયા છે. વધુ વિગતે જાણીયે આ અહેવાલમાં...
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ એ કોટડીયાના જણાવ્યા મુજબ આ ઘટનાનો મૂળ કારણ દસેક દિવસ અગાઉ રાત્રે થયેલી એક નાની ઘટના છે જયારે આરોપીઓ જગદીશ ફ્રાય સેન્ટર પર જમવા આવ્યા હતા અને જમવાનું બિલ ₹ 420 બન્યું. આરોપીઓએ તેનું ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું, પરંતુ તે પેમેન્ટ સફળ ન થતાં દુકાન માલિક સાથે તીખી બોલાચાલી થઈ. આ વિવાદ અંગે મનમાં વેર રાખીને આરોપીઓએ બદલો લેવાનો નક્કી કર્યું હતું.
શું થયું CCTV માં કેદ ?31નવેમ્બરની રાત્રે આશરે 11.30 વાગ્યે ત્રણ આરોપીઓ દુકાન પર પહોંચ્યા અને ધારીઓ તથા લાકડીઓ વડે તોડફોડ મચાવી. તેઓએ ટેબલ-ચેર તોડી પાડ્યા, ગ્રાહકોને ધમકાવ્યા અને દુકાન માલિકને માર્યો માર. ઇજા થતાં દુકાનમાલિકને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી. CCTVમાં આખી ઘટના કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી.
જગદીશ ફ્રાય સેન્ટર પર હુમલો કરનાર ત્રણ આરોપીઓમાંથી 28 વર્ષીય રાકેશ વણઝારા નામક આરોપીને કૃષ્ણનગર પોલીસે ઓળખ કરી છે. આરોપી અગાઉથી ધરાવેછે ગુનાહિત ઇતિહાસ. અન્ય બે આરોપી હાલ ફરાર છે અને તેમની હાલ શોધખોળ શરૂ છે.
ઘટના બાદ કૃષ્ણનગર જેવા વ્યસ્ત વિસ્તારોમાં વેપારીઓમાં ભયનો માહોલ છે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ કેટલી ઝડપે કામગીરી કરી કાયદા અને વ્યવસ્થાને હાથમાં લઇ આતંક મચાવનાર ઈસમોને સામે કાર્યવાહી કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!