અમદાવાદ: ઓઢવ હિટ એન્ડ રન અકસ્માતમાં એકનું મોત
ઓઢવ રિંગ રોડ બ્રિજ નીચે ટુ-વ્હીલરને ટક્કર, એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત

ઓઢવ હિટ એન્ડ રન અકસ્માત

ઓઢવ હિટ એન્ડ રન અકસ્માત
અમદાવાદ શહેરના ઓઢવ રિંગ રોડ બ્રિજ નીચે રવિવારે મોડી રાત્રે એક હિટ એન્ડ રન અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અંજાન વાહનના ટક્કરમાં ગોવિંદ પરમારનું મૃત્યુ થયું હતું.જ્યારે સાથે સવાર શૈલેષ પરમારને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત રાત્રે આશરે 11 વાગ્યાની આસપાસ બન્યો હતો. મૃતક અને શૈલેષ ટુ-વ્હીલર પર જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવતા વાહનને ટક્કર મારતા બંને ટુ-વ્હીલર પરથી ફંગોળાઈ ગયા હતા. ગોવિંદ પરમાર ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે શૈલેષને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને મોટર વ્હીકલ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આસપાસના વિસ્તારો અને ટોલ પોઈન્ટના સીસીઇટીવી ફૂટેજ તપાસીને હિટ એન્ડ રન ગાડી અને ચાલકની ઓળખ કરવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!