અમદાવાદ: પાર્સલની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ
સરખેજ પોલીસે ગોવા કનેક્શન ધરાવતા બુટલેગરને 4,401 દારૂની બોટલો સાથે દબોચી લીધો

અમદાવાદ દારૂબંધી પોલીસ દરોડા

અમદાવાદ દારૂબંધી પોલીસ દરોડા
ગુજરાતમાં અમલી દારૂબંધીના કાયદાને નેવે મૂકીને બુટલેગરો અવનવી રીતે દારૂની હેરાફેરી કરી રહ્યા છે. તાજેતરમાં અમદાવાદના સરખેજ વિસ્તારમાં પોલીસે એક મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે પોલીસે નરીમનપુરા કેનાલ પાસે નાકાબંધી કરીને કુરિયર પાર્સલની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
સરખેજ પોલીસની બાતમી અને ઓપરેશન :
સરખેજ પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે તેમને ચોક્કસ માહિતી મળી હતી કે એક લોડિંગ રિક્ષામાં પાર્સલની નીચે દારૂની બોટલો છુપાવીને લઈ જવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે નરીમનપુરા ગામની કેનાલ પાસે વોચ ગોઠવી હતી. જ્યારે શંકાસ્પદ લોડિંગ ટેમ્પો ત્યાંથી પસાર થયો, ત્યારે પોલીસે તેને અટકાવીને તપાસ હાથ ધરી હતી.
4,401 બોટલો અને બોગસ બિલનો ખેલ :
પોલીસે જ્યારે ટેમ્પોની તલાશી લીધી ત્યારે ઉપરના ભાગે સામાન્ય પાર્સલ જોવા મળ્યા હતા, પરંતુ તેની ઊંડાણમાં તપાસ કરતા પોલીસ ચોંકી ઉઠી હતી. પાર્સલના જથ્થા નીચે વિદેશી દારૂની કુલ 4,401 નાની-મોટી બોટલો વ્યવસ્થિત રીતે ગોઠવેલી હતી. પકડાયેલા આરોપી કાલુરામ બિશ્નોઈની પૂછપરછમાં જાણવા મળ્યું કે તે પોલીસને છેતરવા માટે બોગસ બિલ્ટીઓ અને નકલી બિલનો ઉપયોગ કરતો હતો, જેથી તપાસ દરમિયાન એવું લાગે કે તે કાયદેસરની કુરિયર સર્વિસનું કામ કરી રહ્યો છે.
ગોવા કનેક્શન અને આરોપીનો ગુનાહિત ઈતિહાસ :
તપાસમાં ખુલાસો થયો છે કે આ દારૂનો જથ્થો છેક ગોવાથી મંગાવવામાં આવ્યો હતો. આરોપી કાલુરામ બિશ્નોઈ મૂળ રાજસ્થાનનો વતની છે અને હાલ અમદાવાદના સીટીએમ વિસ્તારમાં રહે છે. આ આરોપી અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો રહ્યો છે. વર્ષ 2017માં તેની વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયો હતો.
લાખોનો મુદ્દામાલ જપ્ત :
પોલીસે આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ 5,83,225 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં અંદાજે 4.78 લાખની કિંમતનો દારૂ, 1 લાખની કિંમતનો લોડિંગ ટેમ્પો અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. સરખેજ પોલીસે હાલ ગુનો નોંધીને આ નેટવર્ક પાછળ અન્ય કયા મોટા માથાઓ સામેલ છે અને ગોવાથી દારૂ કોણે મોકલ્યો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!