અમદાવાદ: છાતીમાં છરી, પેટમાં પાટુ, ગયો સસરાનો જીવ
નારોલમાં પિયરમાં મદદે આવેલી પરિણીતાએ ગુમાવ્યા પિતા, અપરાધી બન્યો પતિ
સસરાની હત્યા કરનાર જમાઈ અને તેનો ભાઈ થયો ફરાર
સસરાની હત્યા કરનાર જમાઈ અને તેનો ભાઈ થયો ફરાર
અમદાવાદના નારોલ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જમાઈએ પત્ની પિયરમાંથી ઘરે ન આવતા, સાસરિયે જઈ હોબાળો કર્યો, ગાળો આપી અને ઉશ્કેરાઈને ભાઈ સાથે મળીને સસરાની હત્યા કરી ફરાર થઈ ગયો.સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી. શું છે સમગ્ર મામલો જાણીયે આ અહેવાલમાં.
શું હતો બનાવ ?
દાણીલીમડા વિસ્તરામાં રહેતા 27 વર્ષીય ઈબ્રાહીમ મન્સૂરીએ જે ફર્નિચરની કરતો હતો કામગિરી. ઇબ્રાહિમે નારોલની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. પરિણીતાના ભાભીને બાળક જન્મ્યું હોવાથી અને માતાને કિડનીની સમસ્યા હોવાથી સારસંભાળ રાખવા હેતુસર 30 જાન્યુઆરીથી તે પિયરમાં ગયેલ હતી. 14 ફેબ્રુઆરીના રોજ રાતના સમયે ઇબ્રાહિમ પોતાના સાસરિયે ચિસ્તીયા પાર્ક નારોલ ખાતે જાય છે અને, પત્નીને પાછું મોકલવાની વાત સસરા અઝીજખા મન્સૂરી સાથે કરે છે. 55 વર્ષીય અઝીજખા પોતે છૂટક મજૂરીનું કામ કરે છે. જમાઈને સમજાવતા તેમને ઘરમાં સારસંભાળ રાખવા હાલ દીકરીની જરુર છે અને તે આવી શકે તેમ નથી કહ્યું. પણ જવાબથી સહેમત ન થતા ઇબ્રાહિમે પત્નીને ઘરે લઇ જવા જીદ કરી અને બોલાચાલી અને બુમાબુમ શરૂ કરી. સસરાએ રોકવા જતા જમાઈએ ગાળો આપવાની શરુ કરી અને ત્યારબાદ ત્યાંથી જતો રહ્યો.
થોડા સમય બાદ ઇબ્રાહિમ પોતાના ભાઈ મુસ્તુફા અને નફીસા મન્સૂરીને લઇ પરત સાસરિયે જાય છે અને પહોંચતાની સાથેજ ઝગડો કરી અને બુમાબુમ કરી મૂકે છે. નફીસા ઈબ્રાહીમની સાસુ પર હુમલો કરે છે અને માર મારે છે. જયારે, મુસ્તુફા એ અઝીજખાની વહુનું ગળું દબાવીને તેને ધક્કો મારીને પાડી દે છે. ઝગડામાં બંને ભાઈઓ ઇબ્રાહિમ અને મુસ્તુફા સસરા અઝીજખાને ગાળો આપતા આપતા માર મારે છે અને મુસ્તુફા અઝીજખાના બંને હાથ પકડી રાખે છે અને ઉશ્કેરાયેલો ઇબ્રાહિમ છરી કાઢી અને સસરાની છાતીમાં વચ્ચે ઘા મારે છે. ગંભીર રીતે ઘાયલ સસરાને લોહીલુહાણ કર્યા બાદ પણ હેવાનની જેમ જમીન પર ઢળી પડેલ વૃદ્ધને બંને ભાઈઓ લાતોથી માર મારે છે અને મોતને ઘાટ ઉતારે છે. હુમલા બાદ હત્યા કરનાર બંને ભાઈઓ ફરાર થયી જાય છે. અઝીજખાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડતા તેમનું મોત નીપજી ચૂક્યું હોય છે.
સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચે છે અને તાત્કાલિક ગુનો નોંધી આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરે છે. પ્રાથમિક તપાસમાં ઇબ્રાહિમ તેની પત્ની 10-12 દિવસથી ઘરે ન આવતા ગુસ્સે ભરાયેલો હોવાથી, ગુસ્સામાં આવીને હત્યા નિપજાવી ફરાર થયો હોવાનો સામે આવ્યું છે. અગાઉ લગ્નજીવનમાં કોઈ ઝગડો કે કંકાસ ન હતો. સમગ્ર મામલે નારોલ પોલીસે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!