હોસ્પિટલ ખોટમાં જતી હોવાનું દર્શાવવા કાર્તિક ડમી કર્મચારીઓને પગાર ચૂકવતો
અમદાવાદ ખ્યાતિ કાંડના આરોપી કાર્તિક પટેલને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલાયો

અમદાવાદ ખ્યાતિ કાંડના આરોપી કાર્તિક પટેલને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલાયો

અમદાવાદ ખ્યાતિ કાંડના આરોપી કાર્તિક પટેલને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલાયો
અમદાવાદ ખ્યાતિ કાંડના આરોપી કાર્તિક પટેલને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલાયો છે. આજે કાર્તિકના રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. જો કે ક્રાઇમ બ્રાન્ચે વધુ રિમાન્ડ ના માગતા કાર્તિકને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલાયો છે.
જાણવા મળ્યા મુજબ કાર્તિક પટેલના વકીલ થકી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે અરજદારને પીઠનો દુઃખાવો હોવાથી ગાદલાની સુવિધા કરવામાં આવે. આ મુદ્દે કોર્ટે પોલીસ અધિકારીને મેડિકલ રિપોર્ટ રજૂ કરવાનું મૌખિક સૂચન કર્યું હતું.
ઉલ્લેખનિય છે રાજ્યભરમાં ચકચાર જગાવનારા કાર્તિક પટેલની પોલીસે કરેલી પૂછપરછમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા હતા. તેણે પોલીસને જણાવ્યું હતું કે પીએમજેવાય કૌંભાડમાં તેને કરોડો રુપિયાની આવક થતાં ખ્યાતિ જેવી જ વધુ 4 હોસ્પિટલ બનાવાની યોજના તેણે ઘડી કાઢી હતી. આ માટે તેણે ખ્યાતિ મેડીકેર નામની કંપની બનાવી હતી. પોલીસે ચિરાગ રાજપૂત, રાહુલ જૈન અને કાર્તિકને સાથે બેસાડી પૂછપરછ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે કાર્તિકે ચિરાગને ધંધો વધારવા સતત દબાણ કર્યું હતું અને હોસ્પિટલ ખોટમાં ચાલે છે તે દર્શાવવા તેણે ડમી કર્મચારીઓ બતાવીને પગાર ચૂકવતો હતો. તેણે ચિરાગના સંબંધીઓને હોસ્પિટલના કર્મચારી દર્શાવ્યા હતા અને તે પૈસા બારોબાર ઉઠાવી લેતો હતો.
કાર્તિકે પોલીસ પૂછપરછમાં ગોતા, સાબરમતી, નરોડા અને પૂર્વ વિસ્તારમાં મળીને ચાર નવી હોસ્પિટલ બનાવાનું આયોજન કર્યું હતું અને તે બનાવાની જવાબદારી ચિરાગ રાજપૂતને આપી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!