કોટામાં NEETની તૈયારી કરતી અમદાવાદની યુવતીનો આપઘાત
યુવતી 6 મહિના પહેલા જ અમદાવાદથી કોટા આવી હતી

અમદાવાદની યુવતીનો આપઘાત

અમદાવાદની યુવતીનો આપઘાત
કોટામાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. NEETની તૈયારી કરી રહી બીજી એક યુવતી આપઘાત કરી લીધો. તેણીએ પોતાનું જીવન ટુંકાવ્યું છે. ગંભીર વાત એ છે કે, આ યુવતી 6 મહિના પહેલા જ અમદાવાદથી કોટા આવી હતી.
આ ઘટના બુધવારે સવારના 10 વાગ્યે જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી હતી. પોલીસ સીઆઈ રામ લક્ષ્મણે જણાવ્યુ કે, 23 વર્ષની અફશા શેખ, જે અમદાવાદની રહીશ હતી, લગભગ 6 મહિના પહેલા કોટા આવી હતી અને પ્રતીક્ષા રેસિડેન્સી પર પીજી રૂમમાં રહેતી હતી.
બુધવારે સવારના સમયે, પીજી ના માલિકે યુવતીના શરિરને પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળી હતી. બાદમાં, પોલીસને જાણ કરવામાં આવી હતી અને તેમના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી. યુવતીની આપઘાતના પાછળનું કારણ હજુ સુધી જાણી શક્યું નથી, હાલ યુવતિના મૃતદેહને પોસમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
મહેન્દ્ર નાગરના જણાવ્યાનુસાર, ધો. 12 બાદ તે કોચિંગ ક્લાસમાં તૈયારી કરી રહી હતી. તે ગત પાંચ મહિનાથી તેના ભાઇના મકાનમાં પીજી તરીકે રહેતી હતી. મંગળવારે રાત્રે યુવતી બાળકો સાથે નીચે મોડા સુધી રમતી હતી. તે ખૂબ જ ખુશ જોવા મળી રહી હતી અને બાળકોને ચોકલેટ પણ ખવડાવી હતી.
15 દિવસમાં આપઘાતના 5 બનાવ
કોટામાં ભવિષ્યને સુંદર બનાવવાનાં સપનાં સાથે આવતા વિદ્યાર્થીઓ પર માનસિક તણાવ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. 2025ની શરૂઆતના 15 દિવસમાં જ આપઘાતની આ પાંચમી ઘટના છે. જેને લઈને હવે તંત્રની ચિંતા વધી ગઇ છે. વિદ્યાર્થીઓના આપઘાત પાછળ માનસિક તણાવનું કારણ સામે આવી રહ્યું છે. જ્યારે જે રૂમમાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે તેમાં પંખા પર હેંગિંગ ડિવાઈસ પણ લગાવેલું નથી.
આ કિસ્સે એકવાર ફરીથી સવાલ ઉઠાવ્યા છે કે કોટામાં વિદ્યાર્થીઓને માતાનો ભાર કેવી રીતે પરેશાન કરી રહ્યો છે અને જેના પરિણામે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!