અમદાવાદ : ખોખરામાં પોલીસ સામે જ મારામારી
ખોખરામાં નાસ્તાના બિલ મુદ્દે થયેલી તકરારમાં તોડફોડ અને પોલીસની હાજરીમાં જ સામસામી મારામારી

ખોખરામાં અસામાજિક તત્વોનો આતંક

ખોખરામાં અસામાજિક તત્વોનો આતંક
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોખરાના ભાઈપુરા રોડ પર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ફાસ્ટ ફૂડની દુકાને નાસ્તો કર્યા બાદ બિલ ચૂકવવા જેવી સામાન્ય બાબતમાં થયેલી તકરારે જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાની ગંભીરતા એ હતી કે પોલીસની હાજરી હોવા છતાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી. હાલ ખોખરા પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરી આરોપીઓની અટકાયત કરી છે.
બિલની ચુકવણી અને તોડફોડ :
વિગતવાર વાત કરીએ તો, ખોખરા ભાઈપુરા રોડ પર રાજેશ વર્મા 'જય અંબે ફાસ્ટ ફૂડ' નામનો સ્ટોલ ચલાવે છે. મોન્ટુ કોષ્ટી નામનો શખસ તેના મિત્રો સાથે આ સ્ટોલ પર મસ્કાબન અને સિગારેટ લેવા આવ્યો હતો. નાસ્તો કર્યા બાદ પૈસાની લેતીદેતી મુદ્દે મોન્ટુ અને દુકાનદાર વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો એટલો બિચક્યો કે મોન્ટુ અને તેના સાથીઓએ દુકાનમાં તોડફોડ શરૂ કરી દીધી હતી, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
પોલીસના ડર વગર આતંક :
ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી, પરંતુ અસામાજિક તત્વોએ પોલીસનો પણ ડર રાખ્યો ન હતો. પોલીસની હાજરીમાં જ બંને પક્ષો એકબીજા પર તૂટી પડ્યા હતા. જાહેરમાં થયેલી આ મારામારીને કારણે આસપાસના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિક રહીશોમાં આવા તત્વો પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સામસામી ફરિયાદ અને ધરપકડ :
ખોખરા પોલીસે પરિસ્થિતિને થાળે પાડીને બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી છે. પોલીસે મુખ્ય આરોપી મોન્ટુ કોષ્ટી અને દુકાનદાર રાજેશ વર્માની ધરપકડ કરી લીધી છે. આ સાથે જ મારામારીમાં સામેલ અન્ય શખસોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે પેટ્રોલિંગમાં પણ વધારો કર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!