અસલી પુરાવા, ડમી સીમકાર્ડ અને ઉપયોગ કરતો અજાણ
પિતાથી પુત્રના નામે સીમકાર્ડ કરી આપવના નામે છેરપીંડી, સાયબર ક્રાઇમમાં થતો સિમકાર્ડનો ઉપયોગ

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપી ઝડપી પાડ્યા

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપી ઝડપી પાડ્યા
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગ્રાહકો માટે સીમકાર્ડ કાઢી કંબોડીયા અને દુબઇ ખાતે સાયબર ક્રાઇમ કરતી ગેંગને સીમકાર્ડ પૂરા પાડતા ત્રણ આરોપીઓ ઝડપી પાડ્યા છે. આરોપીઓ જુદી જુદી જગ્યાએ રસ્તા પર છત્રી લગાવી ટેલિકોમ્યુનિકેશન એજન્ટ બની ગ્રાહકોને સીમકાર્ડ કઢાવી આપવા તેમના પુરાવા અને ફિંગરપ્રિન્ટ લઇ અને ત્યારબાદ સર્વર ડાઉન હોવાનું બહાનું કરતા અને ગ્રાહકને ન આપી તેની જાણ બહાર પોતે સીમકાર્ડ એક્ટિવ કરી તેને દુબઇ અને કંબોડીયા જેવા દેશોમાં સાયબર ક્રાઇમ કરતી ગેંગને મોકલી આપતા. સિમકાર્ડનું મહત્વ, ગુનાની ગંભીરતા અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની કામગીરી વિષે વધુ વિગતે જાણીયે...
અરજીએ કર્યો ખુલાસો...અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ડિજિટલ અરેસ્ટનો ભોગબનનાર ફરિયાદી એક અરજી કરે છે. ફરિયાદીએ કરેલી અરજીમાં ડિજિટલ અરેસ્ટ કરનાર શખ્સનો નંબર મળતા સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાપસ શરૂ કરવામાં આવે છે, જે વ્યક્તિના નામે મોબાઈલ નંબર રજીસ્ટર થયો હોય તેને પુછપરછ માટે બોલવવામાં આવે છે. પુછપરછમાં ધ્યાને આવે છે કે, 14 માર્ચ 2024ના રોજ સાંજે ચાંદલોડિયા તળાવ પાસે અજાણ્યા એરટેલ એજન્ટે પિતાનું સીમકાર્ડ ફરિયાદીના પોતાના નામે ટ્રાન્સફર કરી આપવાની પ્રોસેસ કરી હતી અને આધારપુરાવા મેળવ્યા હતા. ત્યારબાદ એજન્ટે સીમકાર્ડ રજીસ્ટ્રેશન નિષ્ફ્ળ ગયું હોવાનું કહ્યું હતું. ત્યારબાદ સીમકાર્ડ એકટીવ કરી અને તેનો ઉપયોગ સાયબર ક્રાઇમ જેવી ગુનાહિત પ્રવૃત્તિમાં કરેલ છે જેની ફરિયાદીએ ફરિયાદ પણ નોંધાવી હતી.
પોલીસની તપાસમાં...અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્સ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી, જેમાં ટેકનિકલ એનાલિસીસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આરોપીઓની ઓળખ કરી અને તાત્કાલિક 2 ટિમો તૈયાર કરી અમદાવાદ, રાધનપુર, પાટણ, રાજસ્થાન ખાતે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ખેરાલુનો વિજય રાવળ, અમદાવાનો શુભમ પરાડીયા અને કિરણ ઠક્કર એવા ત્રણ આરોપીઓની આ મામલે ધરપકડ કરી પુછપરછ હાથ ધરી અને મોબાઈલ અને સીમકાર્ડ સહીત ₹ 1.24 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સિમકાર્ડનું શું ?વર્ષ 2023 થી 2024ના સમયગાળા દરમિયાન આરોપીઓ અલગ અલગ જગ્યાએ ટેલિકોમ્યુનિકેશન એજન્ટ બની સીમકાર્ડ કઢાવી આપવા, સિમકાર્ડમાં નામ ટ્રાન્સફર કરી આપવા જેવી કામગીરી કરવા માટે ગ્રાહકોના આધારપુરાવા અને ફિંગરપ્રિન્ટ મેળવી અને સીમકાર્ડ એક્ટિવ કરી લેતા. ગ્રાહકોને સીમકાર્ડ રજીસ્ટ્રેશન નિષ્ફળ ગયું હોવાની ખોટી વાત કરી પોતે સીમકાર્ડ રાખી અને સીમકાર્ડ દીઠ કમિશન પર સીમકાર્ડ અગાઉ સમ્પર્કમાં આવેલ એક શખ્સને દુબઇ અને કંબોડીયા ખાતે ગેરકાયદે પ્રવુતિઓ કરવા મોકલી આપતા. આ સીમકાર્ડનો ઉપયોગ દુબઇ અને કંબોડીયા જેવા દેશોમાં સાયબર ક્રાઇમ કરતા કોલ સેન્ટરો ડિજિટલ અરેસ્ટ જેવી પ્રવુતિઓમાં કરવામાં ઉપયોગ કરતા હોય છે.
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એન.એસ.ખોખર એ જણવ્યું હતું કે, " મુખ્ય આરોપી કિરણ ઠક્કર અગાઉ તેના સમ્પર્કમાં આવેલ દુબઇના એક શખ્સને ડમી સીમકાર્ડ સપ્લાય કરતો હતો. કિરણ ₹ 1400/સીમકાર્ડના કમિશન પેટે લેતો હતો, જયારે ₹ 700/સિમકાર્ડ શુભમ પાસેથી ખરીદતો અને શુભમ ₹ 400/સીમકાર્ડ વિજય પાસેથી ખરીદતો હતો. ગુનાની તપાસમાં આરોપીઓ વર્ષ 2023 થી 2024 સુધી સિમકાર્ડની ગેરકાયદે પ્રવૃત્તિ કરતા જણાવી આવ્યા છે. સિમકાર્ડની સપ્લાય હવાઈ માર્ગે થતી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓની સાથે જોડાયેલ અન્ય શખ્સોને પકડી પાડવા પણ આગળ કાર્યવાહી હાથ ધરી છે."
વિશ્વાસપાત્ર વિક્રેતાઓ પાસેજ પુરાવા આપવા અને સીમકાર્ડ કે અન્ય વસ્તુઓની ખરીદી કરવી. આપણી માહિતીનો ઉપયોગ આપણી વિરુદ્ધ થતો હશે અને આપણને જાણ પણ નહિ થાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!