અમદાવાદ: બગસરા મૂકી, સોનુ ઉઠાવતી ચતુર ઠગ
ગ્રાહક બનીને જતી, જવેલર્સને લૂંટીને બહાર આવતી 'પ્રવીણા'

છેલ્લા પાંચ વર્ષથી ગુનો આચરતી, જ્વેલર્સને પરેશાન કરતી આરોપી મહિલાને નરોડા પોલીસે પકડી પાડી

છેલ્લા પાંચ વર્ષથી ગુનો આચરતી, જ્વેલર્સને પરેશાન કરતી આરોપી મહિલાને નરોડા પોલીસે પકડી પાડી
અમદાવાદમાં એક ચતુર મહિલાની ચોરીની અનોખી પદ્ધતિએ જ્વેલર્સને પરેશાન કરી દીધા હતા. આ મહિલા, જેનું નામ પ્રવીણા સેનવા છે, ગ્રાહકના વેશમાં જ્વેલરી શોરૂમમાં પ્રવેશ કરતી અને સોનાની વીંટીઓ જોવાના બહાને ચોરી કરતી. તેણી પોતાની સાથે સોના જેવી જ દેખાતી નકલી (બગસરાની) વીંટીઓનો જથ્થો રાખતી હતી. જ્યારે સેલ્સમેન વીંટીઓ બતાવે, ત્યારે તે તેમની નજર ચૂકવીને અસલી સોનાની વીંટી ઉઠાવી લેતી અને તેની જગ્યાએ નકલી વીંટી મૂકી દેતી. પછી, વીંટી પસંદ ન આવી એમ કહીને તે ત્યાંથી નીકળી જતી. આ રીતે તેણીએ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અનેક ચોરીઓને અંજામ આપ્યો હતો.
પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે નરોડા પોલીસે આ મહિલાને ફિલ્મી અંદાજમાં પકડી પાડી. તેઓને ખબર મળી કે જાંબલી રંગનો ડ્રેસ પહેરેલી એક મહિલા નરોડા સ્મશાનની પાછળના ભાગમાં ઊભી છે. તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે તેણીને અટકાયતમાં લીધી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પ્રવીણા મૂળ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આંબલિયાળા ગામની વતની છે અને હાલ વડોદરાના જે પી નગરના ઔડાના માંકનમાં રહે છે. પૂછપરછમાં તેણીએ કબૂલ્યું કે તેણે પાંચ મહિના પહેલાં વિનાયક ગોલ્ડ પેલેસમાંથી સોનાની વીંટીની ચોરી કરી હતી. વધુ તપાસમાં તેણીએ અમદાવાદમાં વધુ પાંચ ચોરીઓની કબૂલાત કરી.
પોલીસે પ્રવીણા પાસેથી સોનાના દાગીના જપ્ત કર્યા, જેમાં ₹ 99 હાજરની કિંમતની સોનાની ચેઈન અને ₹ 49 હજારની ત્રણ વીંટીઓનો સમાવેશ થાય છે. કુલ મળીને ₹ 2.90 લાખનો મુદ્દામાલ મળી આવ્યો. તેણીએ નરોડા વિસ્તારમાં બે, ઓઢવમાં એક અને સાબરમતીમાં એક ચોરી કરી હતી. આ ઉપરાંત, કૃષ્ણનગર વિસ્તારમાં પણ તેણીએ ચોરી કરી હોવાની શક્યતા છે, અને ત્યાં પણ ગુનો નોંધાઈ શકે છે.સાબરમતીમાં રહેતા એક જ્વેલર્સના માલિકે પણ સાબરમતી પોલીસમાં અજાણી મહિલા વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.17 ઓગસ્ટના રોજ તેમના શોરૂમમાંથી એક સોનાની વીંટી ગુમ થઈ હતી. સીસીટીવી ફૂટેજ તપાસતાં જાણવા મળ્યું કે એક મહિલા ગ્રાહકના વેશમાં આવી અને ચોરી કરીને ભાગી ગઈ હતી. પ્રવીણાની ધરપકડ બાદ આ ફૂટેજમાં તેજ મહિલા હોવાનું સામે આવ્યું, જેના કારણે ગુનો નોંધાયો.![]()
પ્રવીણાનો ભૂતકાળ પણ ગુનાહિત છે. તેણી વિરુદ્ધ વડોદરાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં છ ગુના નોંધાયા છે, જેમાં લક્ષ્મીપુરા, કઠલાલ, વાડી, ગોત્રી અને હરણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ચાંદખેડા પોલીસમાં એક ગુનો છે. કુલ મળીને તેણી વિરુદ્ધ ૧૧થી વધુ ગુનાઓ નોંધાયા છે. તેણીની આ અનોખી ચોરીની પદ્ધતિએ પોલીસને પણ આશ્ચર્યમાં મૂકી દીધી હતી.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય