અમદાવાદમાં મામાના પરિવારને ભાણેજે બનાવ્યા 'મામા'
CA દંપતીએ ₹10.36 કરોડમાં નવડાવ્યા

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Ahmedabad CA Couple Arrested: ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ભણેલા-ગણેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) દંપતીએ પોતાના જ સગા-સંબંધીઓનો વિશ્વાસ જીતીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. શેરબજારમાં રોકાણ કરીને મોટો નફો કમાઈ આપવાની લાલચ આપીને આ દંપતીએ આશરે ₹10.36 કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખા (EOW) માં નોંધાઈ છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરીને ઠગ દંપતીની ધરપકડ કરી લીધી છે અને આગામી 21 જૂન સુધીના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.
સગા ભાણિયાએ જ મામાના પરિવાર સાથે કર્યો વિશ્વાસઘાત
અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા કૌશલભાઈ વિનોદકુમાર નાયકે આ મામલે ક્રાઇમ બ્રાંચની EOW શાખામાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, તેમની સગી બહેનનો દીકરો જ્વલિત ઉર્ફે જય અને તેની પત્ની બોસકી બંને પ્રોફેશનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) છે. સંબંધો અને વ્યવસાયના કારણે કૌશલભાઈ તથા તેમના સમગ્ર પરિવારના ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાથી લઈને તમામ આર્થિક વ્યવહારો આ દંપતી જ સંભાળતું હતું.
વિશ્વાસનો ફાયદો ઉઠાવ્યો
આ આંધળા વિશ્વાસનો ફાયદો ઉઠાવીને જ્વલિત અને બોસકીએ શેરબજારમાં ટૂંકા સમયમાં મોટો નફો આપવાની લાલચ આપી હતી. આ જાળમાં ફસાઈને કૌશલભાઈએ પોતાના ₹5.91 કરોડ અને અન્ય નજીકના સંબંધીઓએ ₹4.44 કરોડ મળીને કુલ ₹10.36 કરોડ આ CA દંપતીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા.
વિઝા પ્રોસેસ દરમિયાન બેંકના ખોટા સ્ટેટમેન્ટ આપતા ભાંડો ફૂટ્યો
જ્યારે કૌશલભાઈએ પોતાના દીકરાના ઉચ્ચ અભ્યાસ માટે વિઝાની પ્રક્રિયા શરૂ કરી, ત્યારે તેમને બેંક બેલેન્સના સત્તાવાર સ્ટેટમેન્ટની જરૂર પડી હતી. તેમણે જ્યારે જ્વલિત પાસે સ્ટેટમેન્ટ માંગ્યું, ત્યારે દંપતીએ આઇટીઆર અને બેંકના કૂટ રજિસ્તર થયેલા ખોટા સ્ટેટમેન્ટ તથા બોગસ વિગતો ધરાવતો ઇમેઇલ મોકલ્યો હતો. આ દસ્તાવેજો શંકાસ્પદ જણાતા સમગ્ર કૌભાંડ પરથી પડદો ઊંચકાયો હતો. એટલું જ નહીં, નાયક પરિવારના તમામ સત્તાવાર દસ્તાવેજો (જેવા કે પાનકાર્ડ, આધાર વિગતો) આ દંપતી પાસે હોવાથી, તેમણે પરિવારના સભ્યોની જાણ બહાર તેમના નામે બોગસ કંપનીઓ રજિસ્ટર કરાવી દીધી હતી અને ખોટા બેંક ખાતા ખોલાવીને કરોડો રૂપિયાના બેનામી ટ્રાન્ઝેક્શન્સ પણ કર્યા હોવાનું બહાર આવ્યું છે.
લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ બતાવી લોકોને ફસાવતા
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પતિ-પત્ની અમદાવાદ અને ગાંધીનગરમાં પોતાની આલીશાન ઓફિસો ધરાવે છે. લોકોને પોતાની જાળમાં ફસાવવા અને પ્રભાવિત કરવા માટે તેઓ અત્યંત વૈભવી અને લેવિશ લાઇફસ્ટાઇલ જીવતા હતા, જેથી ગ્રાહકોને લાગે કે તેઓ રોકાણ કરીને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. હાલમાં પોલીસ આ દંપતીના ₹10.36 કરોડના નાણાકીય ટ્રેક સોર્સની તપાસ કરી રહી છે. તેઓ CA હોવાથી ટ્રાન્ઝેક્શન છુપાવવામાં પાવરધા છે, જેથી સાયબર અને આર્થિક નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે. પોલીસે અપીલ કરી છે કે જો અન્ય કોઈ નાગરિક પણ આ દંપતીની છેતરપિંડીનો ભોગ બન્યો હોય, તો તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!