નકલી દસ્તાવેજ બનાવી રહેતો અફધાનીસ્તાની ઝડપાયો
સુરત ક્રાઈમ બ્રાન્ચે નકલી જન્મ પ્રમાણપત્રથી ભારતીય પાસપોર્ટ મેળવનાર અફઘાનીની ધરપકડ કરી

નકલી દસ્તાવોજો બનાવી ભારતની નાગરીકતા મેળવી

નકલી દસ્તાવોજો બનાવી ભારતની નાગરીકતા મેળવી
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક ગંભીર ગુનો નોંધ્યો છે, જેમાં મૂળ અફઘાનિસ્તાનના એક નાગરિકે નકલી જન્મ પ્રમાણપત્રના આધારે ખોટી રીતે ભારતીય નાગરિકતા સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપી મોહમદ આમીર જાવીદ ખાનની ધરપકડ કરી છે.
કૌભાંડનો પર્દાફાશશ્રમ અધિકારીની કાર્યવાહી બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તપાસમાં સામે આવ્યું કે મોહમદ આમીર જાવીદ ખાને બોગસ જન્મ પ્રમાણપત્રના આધારે ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા મહત્ત્વના સરકારી દસ્તાવેજો મેળવ્યા હતા.
આ આરોપી અને તેના વોન્ટેડ સાગરીત અગજાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો અને ભારતીય પાસપોર્ટ એક્ટ-1967ની કલમ 12(1) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મુસાફરી અને ધંધાકીય જોડાણતપાસમાં બહાર આવ્યું છે કે મોહમદ આમીર જાવીદ ખાન લગભગ એક વર્ષ પહેલા તેના પરિવાર સાથે સુરત આવ્યો હતો. તેણે આ ખોટા ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કરીને યુએઈ (UAE) અને અફઘાનિસ્તાનની મુસાફરી પણ કરી હતી.
આરોપી સુરતમાં કાપડનો ધંધો કરતો હતો. તે હોલસેલ માર્કેટમાંથી કાપડ ખરીદીને દેશના અલગ-અલગ રાજ્યોમાં વેચતો હતો.
તપાસનો વ્યાપક્રાઇમ બ્રાન્ચ હાલમાં આરોપીએ તેના બોગસ દસ્તાવેજો મહારાષ્ટ્રમાંથી કેવી રીતે બનાવ્યા, તે અંગે સઘન તપાસ કરી રહી છે. તેમજ આરોપી સુરતમાં શા માટે રહેવા માટે આવ્યો અને તેના આ કાવતરા પાછળનો મુખ્ય ઉદ્દેશ શું હતો, તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!