ગુજરાતી ફિલ્મનો એક્ટર બન્યો બુટલેગર, જય-વિજયની અનોખી કહાણી
સુરત પોલીસે એવા બુટલેગરને પકડ્યો કે સૌના હોશ ઉડી ગયા

સુરત પોલીસે એવા બુટલેગરને પકડ્યો કે સૌના હોશ ઉડી ગયા

સુરત પોલીસે એવા બુટલેગરને પકડ્યો કે સૌના હોશ ઉડી ગયા
સુરતની કાપોદ્રા પોલીસે વિદેશી દારુનું વેચાણ અને હેરફેર કરનાર દંપતીની ધરપકડ કરી 2.86 લાખનો દારૂનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે પોલીસે દારુ આપનાર શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે પોલીસના હાથે ઝડપાયેલો આરોપી જય બારૈયા જય જિમ્મીન નામે ગુજરાતી ફિલ્મમાં એક્ટર અને ડિરેક્ટર પણ રહી ચુક્યો છે. આ સાથે તે કાર લે વેચનો ધંધો પણ કરે છે. તેનો જુડવા ભાઈ પણ ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલો છે અને તે પણ આ દારૂના ધંધામાં ભાગીદાર છે.
આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ખુલ્લેઆમ દારૂ પીવાના અને દારૂ પકડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. સુરતની કાપોદ્રા પોલીસે એક દંપતીને 2. 86 લાખના દારૂ સાથે ઝડપી પાડ્યા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે , સુરતની કાપોદ્રા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, વરાછા આદર્શ નગરમાં રહેતા વિજય ભાણજીભાઈ બારૈયા તથા જય ઉર્ફે જયલો ભાણજીભાઈ બારૈયા અને તેની પત્ની મીનાક્ષી બેન કાપોદ્રા મુરઘા કેન્દ્ર પાસે આવેલ રવિ પાર્ક સોસાયટીમાં ખુલ્લા પ્લોટ માં એક કારમાં દારૂની હેરાફેરી કરે છે.
ડુપલીકેટ નંબર પ્લેટ લગાવી કારમાં વિદેશી દારૂની બોટલો કર્ણ દરવાજામાં ચોરખનામાં મૂકી ટુ-વ્હીલર માં દારૂના વેચાણ માટે હેરફેર કરી દારૂનો ધંધો કરે છે. તેથી પોલીસે તપાસ કરતા જય ઉર્ફે જ્યલો ભાણજીભાઈ બારૈયા અને તેની પત્ની મીનાક્ષીબેનને રેડ દરમિયાન પકડી પાડ્યા હતા. પકડાયેલ આરોપીઓની તપાસ કરતા ટુ વ્હીલર ગાડી તથા બે ફોર વીલર ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી 1579 બોટલો મળી આવી હતી જેની કિંમત ₹2,86,808 રૂપિયા જેટલી થાય છે.
પોલીસે ડુપ્લીકેટ નબર પ્લેટ વાળી બે કાર અને એક મોપેડ અને અન્ય મુદ્દા માલ મળી 10,91,000 થી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જય ના ભાઈ વિજય અને દારૂનો મુદ્દા માલ આપનાર બે સહિત ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં એક અલગ જ ચોકાવનારી વિગતો સામે આવી હતી. જય બારૈયા ગુજરાતી ફિલ્મોમાં એક્ટર અને ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યો છે.
જય અને તેનો ભાઈ વિજય બંને જુડવા છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જય વિજયના નામથી ઓળખાય છે. આ સાથે જય પણ જય જિમી એક્ટર અને ડિરેક્ટર તરીકે જાણીતો છે. જય દ્વારા છેલ્લે અજીબ પ્રેમ છે તેવી એક ગુજરાતી શોર્ટ ફિલ્મમાં ડિસેમ્બર 2023માં એક્ટર તરીકે કામ કર્યું હતું. આ પહેલા ગેંગ ઓફ સુરત સહિતના ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અલગ અલગ ગુજરાતી સોંગ અને શોર્ટ ફિલ્મ પણ જય અને તેના ભાઈ વિજય દ્વારા ડિરેક્ટ પણ કરવામાં આવી છે.
આરોપી જયે પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે, ફિલ્મોમાં એક્ટિંગ અને ડાયરેક્શન સરખું ચાલતું ન હતું. જેથી ગાડી-લે વેચનો વ્યવસાય પણ કરતો હતો. જેમાં એક વર્ષ પહેલા ખોટ જતા તેણે દારૂ વેચવાનું નક્કી કરી પહેલા દમણથી અલગ અલગ વાઇન શોપમાંથી ઇંગ્લીશ દારૂ લઇ આવી છુટકમાં વેચાણ કરતો હતો. ત્યારબાદ દારૂના વેચાણમાં પત્ની અને નાનો ભાઇ વિજય પણ જોડાયા હતા. ત્રણેય જણાએ સાથે દારૂના વેચાણનુ કરવાનુ નક્કી કર્યું અને જય પાસે અને વિજય પાસે એક-એક કાર હોવાથી દમણથી તથા સેલવાસથી દારુ લઈ આવતા અને સુરતમાં છુટકમાં વેચાણ કરતા હતા.
તેણે પોલીસ પૂછપરછમાં કહ્વયું કે અમે નવસારી તથા વલસાડ પોલીસ સ્ટેશમાં તથા વરાછા પકડાયેલા હતા અને પાસા થવાના કારણે ઘણા સમય સુધી જેલમાં રહેવાના કારણે દેવું થઈ ગયું હતું. હાલમાં હોળી ધુળેટીનો તહેવાર નજીક આવતો અમે આજથી બે ત્રણ દિવસ પહેલા સેલવાસ નરોલી ખાતેથી જઇ ત્યા આગળ વિશાલ વસાવા અને મયુર વસાવા પાસેથી હું, મારો ભાઈ અને મારી પત્ની અમારી બે અલગ અલગ કારમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની- મોટી બાટલીઓ કારની અંદર અને દરવાજાની સાઈડે છુપાવી લઇ આવ્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે, અમારી મારી પાસે દારુનો જથ્થો રાખવા માટે કોઈ જગ્યા ના હોવાથી દારુ ભરેલી કારને કાપોદ્રા વળવાળા સર્કલ પાસે નવા બંધાતા એસ.એમ.સીના પાર્કીંગની/રવિપાર્ક સોસાયટીની વચ્ચેના ભાગે આવેલ ખુલ્લા પ્લોટ આવેલ હોય ત્યા પાર્ક કરી દીધી હતી. ફોર વ્હીલર ગાડીમાંથી દારૂ અંધારાના સમયે કાઢી અમારી એકટીવા મોપેડ ઉપર લઇ છુટક વેચાણ કરતા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, પકડાયેલ દંપતી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં આરોપી જય ઉર્ફે જયલા વિરુદ્ધ સુરત ,નવસારી, વલસાડ, સહિત અલગ અલગ પોલીસ મથકોમાં 9 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આરોપી જયને એક વખત પાસા હેઠળ પણ ધકેલવામાં આવ્યો છે. આ સાથે તેની પત્ની મીનાક્ષીબેન વિરુદ્ધ પણ વલસાડના ડુંગરા પોલીસ મથક અને નવસારી રૂરલ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે. હાલ તો જય અને તેની પત્ની મીનાક્ષીની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે તેના જોડવા ભાઈ વિજય સહિત ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!