રાજકોટમાં એસિડ અટેકની ઘટના
રાજકોટ: સગપણ તોડીને પ્રેમી સાથે યુવતી રફુચક્કર, મન:દુખ રાખી યુવાને યુવતીની કાકી પર કર્યો એસિડ હુમલો

34 વર્ષીય પરણીતા વર્ષા ગોરીયા પર ગામના જ પ્રકાશ સરવૈયા નામના વ્યક્તિએ કર્યો એસિડ એટેક

34 વર્ષીય પરણીતા વર્ષા ગોરીયા પર ગામના જ પ્રકાશ સરવૈયા નામના વ્યક્તિએ કર્યો એસિડ એટેક
રાજકોટના કુવાવડ પોલીસ મથક વિસ્તારમાં આવતા સોખડા ગામમાં એસિડ એટેકની ઘટના સર્જાઈ છે. આરોપીએ મહિલા પર એસિડ ફેંકીને ફરાર થઈ ગયો છે. આ દુર્ઘટનામાં મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી.
34 વર્ષીય પરિણીતા વર્ષા ગોરીયા પર ગામના જ પ્રકાશ સરવૈયા નામના વ્યક્તિ દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે એસિડ એટેકની ભોગ બનનાર વર્ષા ગોરીયા દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે પ્રકાશ સરવૈયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આરોપીની મહિલાની ભત્રીજી સાથે સગાઈ થઈઆરોપીની મહિલાની ભત્રીજી સાથે સગાઈ થઈ હતી. જોકે લગ્ન થાય તે પહેલાં જ યુવતી તેના પ્રેમી સાથે ભાગીને રફુચક્કર થઈ ગઈ હતી. પ્રેમી સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. ત્યારે આ શખ્સે અદાવત રાખીને મહિલાને તેની ભત્રીજીનું એડ્રેસ પૂછવાના બહાને બોલાવી હતી. ત્યાં આવેશમાં આવીને એસિડ એટેક કર્યો હતો.
કુવાડવા પોલીસે આરોપી પ્રકાશ સરવૈયા વિરૂદ્ધ ગુનો નોંધ્યોકુવાડવા રોડ પોલીસને આપેલી ફરિયાદમાં વર્ષા ગોરીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પોતાની કાકાની દીકરી એટલે પોતાની કૌટુંબિક બહેન પારસની સગાઈ તેણે આરોપી પ્રકાશ સરવૈયા સાથે કરાવી હતી. પરંતુ સગાઈ બાદ પારસ કોઈ અન્ય યુવાન સાથે પ્રેમ લગ્ન કરીને ભાગી જતાં તે વાત પ્રકાશને પસંદ નહોતી પડી. પ્રકાશને પારસ કયા છે? પારસનું સરનામું શું છે તે સહિતની વિગતો તેને જણાવી હતી. જે બાબતે તે વર્ષા ગોરીયાને પૂછતો હતો પરંતુ વર્ષા ગોરીયા જાણતી હોવા છતાં પારસ વિશે કશી વિગત જણાવી નથી રહી તેવી શંકા કુશંકા પ્રકાશ દ્વારા વર્ષા પર કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા ઘણ સમયથી કાયદો અને વ્યવસ્થાને પડકાર આપતી ઘટના વાંરવાર સર્જાતી રહે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!