9 વર્ષથી ફરાર પત્નીના હત્યારાને હરિયાણાથી ઝડપ્યો
ગુજરાત પોલીસે 15 દિવસમાં 41 ખૂંખાર આરોપીઓ પકડીને જેલ ભેગા કર્યા

ફરાર પત્નીના હત્યારાને હરિયાણાથી ઝડપ્યો

ફરાર પત્નીના હત્યારાને હરિયાણાથી ઝડપ્યો
ગુજરાત પોલીસના વડા ડીજીપી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા 'ઓપરેશન કારાવાસ'માં મોટી સફળતા મળી છે. જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા ફરાર આરોપીઓને પકડવા માટે શરૂ કરાયેલા આ અભિયાનમાં છેલ્લા 15 દિવસમાં 41 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
સુરતમાં મોટી સફળતા: 9 વર્ષથી ફરાર હત્યારો ઝડપાયો સુરતના સચિન પોલીસ સ્ટેશને મોટી કામગીરી કરીને પત્નીની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા અને 9 વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા આરોપી સુરેન્દ્ર કલ્લુ પ્રસાદ વર્મા (ઉં.વ. 42)ને હરિયાણાના ગુરુગ્રામથી ઝડપી પાડ્યો છે.
આરોપીએ પોલીસની પકડથી બચવા બીજા લગ્ન કરી લીધા હતા, પરિવારથી સંપર્ક તોડી નાખ્યો હતો અને સતત સ્થળ બદલતો રહેતો હતો. સચિન પોલીસની ટીમે ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તેનું પગેરું મેળવ્યું. પોલીસે 8 કલાક સુધી વેશ પલટો કરીને દેખરેખ રાખી અને આરોપી પોતાના બાળકને દુકાને લઈ જવા રસ્તા પર નીકળતા જ તેને ઝડપી લીધો.
ઓપરેશન કારાવાસની વિગતો 26 નવેમ્બર 2025થી શરૂ થયેલા આ અભિયાનમાં ગુજરાત પોલીસે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ આરોપીઓને પકડ્યા છે. પકડાયેલા 41 આરોપીઓમાંથી:
આ ઉપરાંત, જે 25 આરોપીઓ હયાત નથી, તેમના નામ રેકોર્ડમાંથી કાઢી નાખવાની પ્રક્રિયા ચાલુ છે.
ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, આ અભિયાન ગુનાખોરી સામે ગુજરાત પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને ફરાર આરોપીઓને કાયદાના ચુંગાલમાં લાવવા માટે વિશેષ ટીમો કાર્યરત છે.
આ કામગીરીથી સમાજમાં કાયદાનું ભાન વધશે અને ગુનેગારોને સખત સંદેશો મળશે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!