સુરતથી રૂ. 2.11 કરોડ ઠગનાર આરોપી પુણેથી ઝડપાયો
ટુરિસ્ટ બની ક્રાઇમ બ્રાન્ચે મીઠાઈ ખરીદવાના બહાને આરોપીને પુણેથી પકડી વધુ તપાસ હાથ ધરી..

રૂ. 2.11 કરોડ ઠગનાર આરોપી પુણેથી ઝડપાયો

રૂ. 2.11 કરોડ ઠગનાર આરોપી પુણેથી ઝડપાયો
સુરતના રિંગ રોડ કાપડ માર્કેટના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરીને ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી પ્રદીપ ચૌધરી ઘણા સમયથી ફરાર હતો, જેણે સુરત ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના પુણે ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીપ્રદીપ ચૌધરીએ કાપડ માર્કેટમાંથી આશરે ₹2.11 કરોડનું ઉઠમણું કર્યું હતું.
પુણેમાં મીઠાઈની દુકાન શરુ કરીને છુપાયો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી પ્રદીપ ચૌધરીએ સૌપ્રથમ સુરતના રિંગ રોડ વિસ્તારમાં બે દુકાનો ભાડે રાખી હતી અને તેના માધ્યમથી કાપડના વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં ઉધારમાં કાપડનો જથ્થો ખરીદ્યો હતો. ખરીદી બાદ કરોડો રૂપિયાની રકમ ચૂકવ્યા વિના તે અચાનક ફરાર થઈ ગયો હતો.
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે, સુરતથી વેપારીઓ સાથે ઠગાઈ કર્યા બાદ પ્રદીપ ચૌધરી મહારાષ્ટ્રના પુણે શહેરમાં જઈને વસી ગયો હતો. એટલું જ નહીં, તેણે ઠગાઈથી મેળવેલા રૂપિયાનો ઉપયોગ કરીને પુણેમાં 'રાજારામ સ્વીટ' નામની એક મીઠાઈની દુકાન પણ શરૂ કરી દીધી હતી. પોલીસની પકડમાંથી બચવા માટે તે વારંવાર શાણપણ વાપરી રહેઠાણ બદલતો હતો અને ટ્રેસ થવાથી બચવા માટે અન્ય વ્યક્તિઓના નામના સીમકાર્ડ વાપરતો હતો.
ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપ્યો
આરોપીને પકડવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ એક ફિલ્મી રીત અપનાવી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ ટુરિસ્ટ બની પુણેમાં આરોપીની 'રાજારામ સ્વીટ' દુકાન પાસે પહોંચી. અધિકારીઓએ મીઠાઈ ખરીદવાના બહાને એક છટકું ગોઠવ્યું હતું.
મીઠાઈ ખરીદવાના બહાને નજીક જઈને તક મળતાની સાથે જ ક્રાઈમ બ્રાન્ચે ઠગબાજ પ્રદીપ ચૌધરીને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચની આ સફળતાએ કાપડ માર્કેટના વેપારીઓને ન્યાયની અપાવ્યો છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.