અમદાવાદમાંથી ડમી સિમ સપ્લાય કરતો આરોપી પકડાયો
અગાઉ પકડાયેલા ૩ આરોપીની પૂછપરછમાં થયો વધુ એક ખુલાસો, ₹1500/સિમકાર્ડ દુબઇ મોકલવામાં આવતા..

અમદાવાદમાંથી ડમી સિમ સપ્લાય કરતો આરોપી પકડાયો

અમદાવાદમાંથી ડમી સિમ સપ્લાય કરતો આરોપી પકડાયો
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે દુબઇ અને કંબોડિયા સ્થિત કોલ સેન્ટરોને ડમી સિમ કાર્ડ સપ્લાય કરતી ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા વધુ એક આરોપી કુલદીપ જોષીની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ પહેલાં એરટેલ ટેલિકોમ એજન્ટ વિજય અને અન્ય બે આરોપીઓ શુભમ અને કિરણની ધરપકડ કરી હતી, જેમની પૂછપરછમાં કુલદીપનું નામ સામે આવ્યું હતું.
આ ગેંગ ટેલિકોમ એજન્ટ બનીને સામાન્ય લોકોની જાણ બહાર તેમના પુરાવાઓનો ઉપયોગ કરીને સિમ કાર્ડ એક્ટિવેટ કરતી હતી અને તેને દુબઇ મોકલતી હતી. અત્યાર સુધીમાં આ ત્રણેય આરોપીઓએ મળીને એક હજારથી વધુ ડમી સિમ કાર્ડ એક્ટિવેટ કરીને વિદેશ મોકલેલા હોવાનું સામે આવ્યું છે.
₹1500માં સિમ કાર્ડ સપ્લાય..ધરપકડ કરાયેલ કુલદીપ જોષી છેલ્લાં બે વર્ષથી મુખ્ય આરોપી ભાવેશ જોષી ઉર્ફે લાદેન અને કનુ વારાહી સાથે ક્રિકેટની બેટિંગના કોલ સેન્ટરમાં કામ કરતો હતો. કુલદીપ અગાઉ પકડાયેલા ત્રણ આરોપીઓ પાસેથી સિમ કાર્ડ મેળવીને દુબઇ પહોંચાડતો હતો.
તપાસમાં બહાર આવ્યું છે કે ભાવેશ અને કનુ દ્વારા સિમ કાર્ડ સપ્લાય કરનારને પ્રતિ સિમ કાર્ડ દીઠ ₹1500 ચૂકવવામાં આવતા હતા. ડમી સિમ કાર્ડનો ઉપયોગ મુખ્યત્વે બેટિંગના કોલ સેન્ટરો, ડિજિટલ એરેસ્ટ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં થતો હતો. મુખ્ય આરોપીઓ ભાવેશ ઉર્ફે લાદેન અને કનુ વારાહી હાલમાં દુબઇમાં છે અને તેમને ભારત લાવવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સાયબર ક્રાઇમની લોકોને અપીલ..આ ઘટના બાદ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે લોકોને જાગૃત રહેવા અપીલ કરી છે. પોલીસે કહ્યું છે કે લોકોએ 'Tefco' પોર્ટલ પર જઈને ચકાસણી કરવી જોઈએ કે તેમના નામે કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે. કંબોડિયામાં ચાલતા કોલ સેન્ટરોમાં એરટેલના સિમ કાર્ડની વધુ માંગ હોવાની માહિતી પણ મળી છે. કુલદીપ જેવા અન્ય સિમ કાર્ડ ટ્રાન્સફર કરનારા લોકોની તપાસ પણ ચાલુ છે.
અગાઉ ધરપકડ કરેલ 3 આરોપીઓ વિશે વિગતે અહીં વાંચો..
https://www.benefitnews24.com/gujarati/crime/ahmedabad-cyber-crime-branch-nabs-3-accused/23106
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!