બળાત્કાર અને ખુનનો આરોપી નીકળ્યો સિરિયલ કિલર, વલસાડ પોલીસે ઝડપી પાડ્યો
આરોપીનો ઇતિહાસ એક મહિનામાં ચાર ખૂન અને એક બળાત્કાર, નાની રકમની લૂંટ કે બીડી પીવાના મુદ્દે પણ કરી શકે છે હત્યા

આરોપી રાહુલ જાટ વલસાડ પોલીસની કસ્ટડીમાં

આરોપી રાહુલ જાટ વલસાડ પોલીસની કસ્ટડીમાં
નામ છે રાહુલ જાટ, ૩૦ જ વર્ષની ઉંમર છે, અને ૩૦ દિવસની અંદર ચાર ખૂન અને એક બળાત્કાર કરી ચૂકયો છે. પગથી સહેજ લંગડાઇ છે, તે જોઈ દયા નહીં ખાતા, કારણકે ગુસ્સો આવે તો બીડી પીવાની બાબતે, સામાન્ય લૂંટ, કે નાની રોકડ માટે પણ તે હત્યા કરી નાંખે છે.
વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનના ઉદવાડા વિસ્તારમાં ૧૪મી નવેમ્બરના રોજ એક ૧૯ વર્ષીય યુવતી બેભાન અવસ્થામાં મળી હતી, તેને હોસ્પિટલ લઈ જતા, ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવતી પર પહેલા બળાત્કાર અને ત્યારબાદ ગળુ દબાવી હત્યા કર્યાનું બહાર આવ્યું, ને શરૂ થઈ પોલીસની પરીક્ષા.
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલાએ આ ગુન્હાની તપાસ અને આરોપીનો ઇતિહાસ બતાવતા કહ્યું કે બળાત્કાર અને ખૂનની ફરિયાદ નોંધાયા બાદ, વિવિધ ટીમ બનાવી હતી, સીસીટીવી ફૂટેજના આધારે આરોપી ની આછી પાતળી ઓળખ મળી, વધુ તપાસ કરતાં, આરોપી અન્ય ગુન્હામાં સુરતની લાજપોર જેલમાં રહી ચૂક્યો હોવાનો ખુલાસાના આધારે તપાસ કરતાં આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ જાણવા મળ્યો હતો.
આ તપાસ દરમિયાન પોલીસની ટિમને બાતમી મળી હતી કે આરોપી બાન્દ્રા-ભુજ ટ્રેનમાં આરોપી પ્રવાસ કરી રહ્યો છે, જેના આધારે વાપી પોલીસ અને રેલવે પોલીસ પકડી પાડ્યો છે.
પોલીસ અધિક્ષકે કહ્યું કે આરોપીએ ઉલટ તપાસ માં અન્ય ગુન્હાની વિગતો આપી છે, જેમાં તેણે કર્ણાટકમાં બેંગ્લુરુ થી મુદેશ્વર જતી ટ્રેનમાં સાથી પેસેન્જરની હત્યા બિડી પીવા બાબતે ૨૫મી ઓક્ટોબરે કરી હતી. ત્યાર બાદ ૧૯મી નવેમ્બર, હાવરા એક્સ્પ્રેસમાં એક વૃધ્ધની લૂંટના ઇરાદે ચાકુના ઘા મારી હત્યા કરી હતી. ૨૪મી નવેમ્બરના રોજ તેલંગાણામાં મેનુગુરૂ સ્પેશીયલ ટ્રેનમાં એક વૃદ્ધ મહિલાનું ગળું દબાવી હત્યા કરી હતી. આ ઉપરાંત ઓકટોબરમાં પુણે -કન્યાકુમારી જતી ટ્રેનમાં એક મહિલાની હત્યા કરી હતી.
વાપીના ઉદવાડા શિવાય, આરોપીએ તેના તમામ ગુન્હા ચાલુ ટ્રેનમાં કર્યું છે, તેથી પોલીસ તેની મોડસ ઓપરેન્ડી ના આધારે આવા બીજા કેટલાક ગુન્હા આરોપીએ આચર્યા છે, તેની તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!